બોટાદ ખાતે આયુષ્માન ભારત સપ્તાહની ઉજવણી સમારોહ યોજાયો

1004

બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ ખાતે જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા તેમજ જિલ્લા વિકાસ અધિકારી લલીત નારાયણસિંધ સાંદુની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત સપ્તાહની ઉજવણી સમારોહ યોજાયો હતો.

આ સમારોહમાં જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કરતાં આરોગ્ય ટીમને તેમજ આ યોજના સાથે સંકળાયેલ અધિકારી – કર્મચારીને આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય  યોજનાનો લાભ દરેક લાભાર્થીઓને મળી રહે તે માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો તથા આ ઉજવણી અંતર્ગત આરોગ્ય વિભાગને શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ડૉ.ટી.ડી.માણિયાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરી ઉપસ્થિત તમામ લોકોને આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં  ડો.ભાવિન વાગડિયાએ ઉપસ્થિત તમામ લોકોને આ યોજનાની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં કુલ ૨૯,૭૦૦ કુટુંબોમાંથી ૨૫,૧૯૧ કુટુંબોને આ યોજના અંતર્ગત ગોલ્ડનકાર્ડ કાઢી આપવામાં આવ્યા છે અને રાજ્યમાં બોટાદ જિલ્લો આ કામગીરીમાં પ્રથમ ક્રમાંકે છે. હાલ આયુષ્યમાન ભારત  યોજના અંતર્ગત બોટાદ જિલ્લામાં કુલ – ૧૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૪ પેટા આરોગ્ય કેન્દ્રને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે વિકસાવવામાં આવેલ છે. જેમાં હાલ ૧૪ કમ્યુનીટી હેલ્થ ઓફિસર દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવે છે.આ કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા ઉપસ્થિત દરેક લાભાર્થીઓને આરોગ્યલક્ષી યોજના અંતર્ગત રેપ્લિકાનું વિતરણ તેમજ આ યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી માટે અધિકારી-કર્મચારીને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે આંગણવાડી બહેનો દ્વારા બનાવવામાં આવેલી પોષણયુક્ત વિવિધ વાનગીઓનું પ્રદર્શન ગોઠવવમાં આવ્યું હતું તેમજ સપ્તધારા ટીમ દ્વારા પોષણનો રાજા અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કૃત્તિ રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રના પ્રારંભમાં બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલે સ્વાગત પ્રવચન  તેમજ આભારવિધિ ડો. રાજેશ ચૌહાણે કરી હતી.આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારીશ વી.એસ. શાહ, એસ.એલ. ડવ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી ઈશ્વરભાઈ, કારોબારી ચેરમેન વાલજીભાઈ જાદવ તથા રણછોડભાઈ, ચંદુભાઈ, ભીખુભાઈ સહિતના મહાનુભાવો , સી.ડી.પી.ઓ. મન્સુરીબેન, આરોગ્ય વિભાગના અધિકારી – કર્મચારીઓ, સર્વ ડોકટરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગાંધીનગર મુખ્ય મંત્રી રૂપાણીની મુલાકાતે માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલના ટ્રસ્ટીઓ
Next articleરાણપુરને પાણી પુરૂ પાડતો સુખભાદર ડેમ ત્રીજીવાર ઓવરફ્લો,ડેમના ૭ દરવાજા ૨ ફુટ ખોલવામાં આવ્યા