મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી વર્ષ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની પૂર્વ પ્રભાત મહાપાલિકાનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ભાવનગર શહેરનાં તમામ ૧૩ વોર્ડમાં સફાઈ કામદારો, નગરસેવકોને સાથે રાખીને સ્વચ્છતા અને સફાઈની જાગૃતિ માટે સવારે પ્રભાતફેરી કાઢવામાં આવી હતી જેમાં આરોગ્ય કમિટીનાં ચેરમેન, રાજુભાઈ રાબડીયા સહિત આગેવાનો પણ જોડાયા હતા. વિવીધ વિસ્તારોમાં પ્રભાત ફેરી ફરેલ ત્યારબાદ ચાર કલાક સફાઈ કામદારોએ કામ કરવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.