ભાવનગર શહેરનાં તાજેતરમાં જ પાણીથી છલકાયેલા બોરતળાવમાં આજે સવારે દસેક વાગ્યાનાં સુમારે એક અજાણ્યા યુવાને ઝપલાવી આપઘાત કર્યો હતો જેની જાણ થતા તુરંત જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો અને પાણીમાંથી યુવાનની લાશ બ ાર કાઢવામાં આવી હતી.
વર્તમાન ચોમાસામાં સારા વરસાદથી છ વર્ષ વાદ ઓવરફલો થયેલા બોરતળાવમાં આજે સવારે ૧૦ થી ૧૦.૩૦નાં સમય દરમ્યાન બ્લેક એન્ડ વ્હાઈટ ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલા આશરે ૨૫ થી ૩૦ વર્ષનાં યુવાને પાણીમાં ઝંપલાવ્યું હતું. જેની જાણ થતા તુરંતજ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી. જેનાં ખીસ્સાની તલાસી લેતા. તેમાંથી કોઈ ઓળખનાં પુરાવા નિકળ્યા ન હતા આ બનાવની જાણ કરાતા તુરંત પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી ગયેલ અને જરૂરી કાગળો તૈયાર કરી લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.