એશીયાનાં નંબર વન ગણાતા અલંગ શીપ બ્રેકીંગ એસોસીએશન દ્વારા આજે કસ્ટમ કલીયરન્સ, એનઓસી સહિતનાં પ્રશ્નો અંગે ભાવનગર કસ્ટમ હાઉસ ખાતે ડેપ્યુટી કમિશ્નર ત્રિપાઠીને રજુઆત કરી હતી અને શીપ બ્રેકરોનાં પ્રશ્નોન ઉકેલ લાવવા માંગણી કરી હતી.
અલંગ ખાતે શીપ બ્રેકીંગ યાર્ડમાં ભાંગવા માટે આવતા જહાજોમાં વિવીધ વિભાગોની એનઓસી મળી હોવા છતા કસ્ટમ દ્વારા એનઓસીનો આગ્રહ રખાતો હોય છે. જેના કારણે જહાજ બીચીંગ તેમજ કટીંગ સહિતમાં વિલંબ થતા શીપ બ્રેકરોને પારાવાર મુશ્કેલીઓ સાથે ભારે નુકશાની ભોગવવી પડતી હોય આજે અલંગ શીપ બ્રેકીંગ એસોસીએશન ભાવનગર દ્વારા કસ્ટમ હાઉસ કાતે કસ્ટમને લગતા પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી અને નિયમો હળવા કરવા માંગ કરાઈ હતી.
આ પ્રસંગે શીપ બ્રેકીંગ એસોસીએશનનાં પ્રમુખ વિશ્નુભાઈ ગુપ્તા, જીવરાજભાઈ પટેલ, કોમલકાંત શર્મા, વિસ્મય ચૌધરી, નિતિનભાઈ કાણકીયા, વી.બી. તાયલ, હરેશભાઈ પરમાર અમીનભાઈ દાઠાવાળા સહિત સભ્યો શીપ બ્રેકરો જોડાયા હતા. અને કસ્ટમના ડે.કમિશ્નર ત્રિપાઠી સમક્ષ શિપ બ્રેકરોના કસ્ટમને લગતા અને મુંજવતા પ્રશ્નોની રજુઆત કરી હતી.