સમગ્ર ગોહિલવાડ પંથકમાં નવરાત્રી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર શહેરમાં નવરાત્રી રાસ ગરબાનાં અનેક જાહેર આયોજનો થયા છે અદ્યતન ઓરકેસ્ટ્રા અને લાઈટ-સાઉન્ડનાં સથવારે રાસ-ગરબાની રમઝટ ચાલી રહી છે. નવરાત્રીનાં બીજા દિવસે સાંજે અને રાત્રીનાં સમયે જોરદાર વરસાદનાં ઝાપટા પડયા હોવા છતા ખેલૈયાઓ રાત્રીનાં રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરાયેલ છે. જેમાં બહેનો રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે . નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદ્યતન, ઓરકેસ્ટ્્રા, લાઈટ સાઉન્ડના સથવારે વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રેડીશ્નલ વસ્ત્રોથી સજજ થઈ રાસની રમઝટ બોલાવી હતી. તસવીર : મનીષ ડાભી