રિતિકની વોર ફિલ્મને બોક્સ ઓફિસ ઉપર શરૂમાં સફળતા

389

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત વોર ફિલ્મ રજૂ કરવામાં આવી ચુકી છે. આજે પ્રથમ દિવસે જ ફિલ્મે રેકોર્ડ સફળતા હાંસલ કરી હતી. ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મો પૈકી એક તરીકે સાબિત થઇ શકે છે. તમામ લોકો ફિલ્મને લઇને રોમાંચિત દેખાયા છે. એડવાન્સ બુંકિગના અંદાજથી કહી શકાય છે કે ફિલ્મ પ્રથમ દિવસે જ ૪૦ કરોડના આંકડાને પાર કરી જશે. મોટા પરદા પર પ્રથમ વખત બે હેન્ડસમ સ્ટાર રિતિક રોશન અને ટાઇગર શ્રોફ વચ્ચે એપિક વોરની સ્થિતી છે. ફિલ્મને લઇને પહેલાથી જ તમામ ચાહકો રોમાંચિત હતા. વોર ફિલ્મને લઇને લોકોના રોમાંચનો અંદાજ આનાથી લગાવી શકાય  છે કે છેલ્લા કેટલાક દિવસથી માત્ર આ ફિલ્મની જ ચર્ચા ચારેબાજુ થઇ રહી હતી.

ફિલ્મના ટ્રેલરને રજૂ કરવામાં આવ્યા બાદથી જોરદાર ઉત્સુકતા જોવા મળી રહી હતી. વામિ કપુર અને રિતિક રોશનની કેમિસ્ટ્રી જોઇને તમામ ચાહકો ફિદા છે. સિદ્ધાર્થ આનંદ ફિલ્મના નિર્દેશક તરીકે છે. ફિલ્મ નિહાળી ચુકેલા ચાહકો અને ફિલ્મ સાથે જોડાયેલા લોકો અને નિર્માતા નિર્દેશકો તમામ ફિલ્મને જોઇને પ્રભાવિત છે.

બંને સુપરસ્ટાર જોરદાર એક્શન કરતા નજરે પડી રહ્યા છે. ફિલ્મના ગીતો પણ હિટ થઇ રહ્યા છે.  ફિલ્મમાં રિતિક રોશન અને વાણિ કપુરની જોડી તમામ નુ ધ્યાન ખેંચી રહી છે. રિતિક રોશન હાલમાં તમામ ટોપ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. હાલમાં તે સુપર ૩૦ ફિલ્મમાં નજરે પડ્યો હતો. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી  ગઇ હતી. તેની પાસે હાલમાં અનેક મોટા બજેટની ફિલ્મો રહેલી છે. જેમાં વોર પણ હતી.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીનીઓ દ્વારા રાસની રમઝટ બોલાવી
Next articleઅથિયા શેટ્ટી ક્રિકેટર રાહુલના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા