ભોજપુરી ફિલ્મ ડોલીના સેટ પર અક્ષરા સિંહ છવાઇ ગઇ

671

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ હાલના દિવસોમાં ફિલ્મ ડોલીના શુટિંગમાં વ્યસ્ત થયેલી છે. અક્ષરા દ્વારા ફિલ્મના સેટ પરથી કેટલાક ફોટો જારી કરી દીધા છે. પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેયર કરીને કેટલીક માહિતી આપી છે.અક્ષરાસિંહે જે ફોટો શેયર કર્યા છે તે એક બારીની પાસે ઉભી રહેલી તે નજરે પડી રહી છે. તે બારીની પાસે ઉભી થઇને પોઝ આપતી નજરે પડી રહી છે. માથા પર ગુલાબી રગમાં દુપટ્ટા સાથે તે ખુબ સિંપલ લાગી રહી છે. ફિલ્મ ડોલી એક મહિલા પ્રધાન ફિલ્મ છે. જે રોમાન્સ અને એક્શનથી ભરપુર ફિલ્મ છે. તે હાલના સમયમાં અભિનેતા રિતેશ પાન્ડેની સાથે ઉત્તરપ્રદેશમાં ફિલ્મ ડોલીના શુટિંગને લઇને વ્યસ્ત છે. ફિલ્મમાં મંજુલ ઠાકુર દ્વારા નિર્દેશનની કામગીરી કરવામાં આવી છે. ફિલ્મમાં અનેક કલાકારોને લેવામાં આવ્યા છે જેમાં વિપિન સિંહ, નિલિમા, નિશા પાન્ડે, રૂપા સિંહનો સમાવેશ થાય છે. રાગિની યાદવ પણ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ફિલ્મની પટકથા અરવિન્દ તિવારી દ્વારા લખવામાં આવી છે. સાથે સાથે ફિલ્મમાં સંગીત અવિનાશ ઝા દ્વારા આપવામાં આવ્યુ છે. ફિલ્મની પટકથા તૈયાર કરવામાં આવ્યા બાદ તે ભારે આશાવાદી છે. અક્ષરા સિંહ ફિલ્મને વહેલી તકે શુટિંગ પૂર્ણ કરવા અને ફિલ્મ રજૂ કરવામાં આવે તેની રાહ જોઇ રહી છે.

ભારતમાં ભોજપુરી  ફિલ્મો પણ હમેંશા સફળ થતી રહી છે. ભોજપુરી ફિલ્મોમાં તમામ ટોપ સ્ટાર કામ કરી રહ્યા છે. બોલિવુડના કલાકારો પણ ફિલ્માં કામ કરી રહ્યા છે. બીજી બાજુ કેટલાક ભોજપુરી સ્ટાર હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી ચુક્યા છે. જે સાબિત કરે છે કે ભોજપુરી ફિલ્મોનુ માર્કેટ કેટલુ મોટુ થઇ રહ્યુ છે.

Previous articleઅથિયા શેટ્ટી ક્રિકેટર રાહુલના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા
Next articleપ્રથમ ટેસ્ટઃ રોહિત શર્માની ડેબ્યૂ ઑપનર તરીકે સદી,ભારતનો સ્કોર ૨૦૦ને પાર