‘બૉલ-ગર્લ’ પર અભદ્ર કમેન્ટ કરતા ટેનિસના અમ્પાયર પર પ્રતિબંધ મુકાયો

411

કોઈ ટેનિસ મૅચમાં ‘બૉલ-ગર્લ’ તરીકેની ફરજ બજાવી રહેલી છોકરી માટે જ્યારે કોઈ અમ્પાયર અભદ્ર કમેન્ટ કરે તો કહી શકાય કે આ રમત કોઈક રીતે અવળે માર્ગે જઈ રહી છે. ઇટલીના ફ્લૉરેન્સ શહેરમાં ગયા અઠવાડિયે પુરુષોની એટીપી (અસોસિયેશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ) ટુર્નામેન્ટ દરમિયાન અમ્પાયર ગિયાનલુકા મૉસ્કૅરેલાએ આવું જ કર્યું હતું. આ અમ્પાયર એક મૅચ દરમિયાન પોતાની ચેર પર બેઠો હતો ત્યારે તેણે એક ‘બૉલ-ગર્લ’ને પૂછ્યું, ‘તું ખૂબ સેક્સી છો.

શું તું હૉટ પણ છો? શારીરિક રીતે કે પછી સંવેદનાઓથી? કે પછી બન્ને રીતે હૉટ છો?’ અમ્પાયર ગિયાનલુકાને આ અભદ્ર કમેન્ટને પગલે તરત જ તેમના હોદ્દા પરથી કામચલાઉ રીતે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. આ મૅચ પેડ્રો સાઉસા અને એન્રિકો ડૅલા વૉલ વચ્ચેની હતી અને અમ્પાયરે એક ખેલાડી સાથે પણ અવ્યવહારું વર્તન કર્યું હતું. સોઉસાએ આ મૅચ ૭-૫, ૪-૬, ૬-૪થી જીતી લીધી હતી.

Previous articleઅથિયા શેટ્ટી ક્રિકેટર રાહુલના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા
Next articleપ્રથમ ટેસ્ટઃ રોહિત શર્માની ડેબ્યૂ ઑપનર તરીકે સદી,ભારતનો સ્કોર ૨૦૦ને પાર