પીએમસી કાંડ : યોગ્ય ઓડિટ વગર બધી પ્રક્રિયા ચાલી હતી

366

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેંકના સસ્પેન્ડ કરવામાં આવેલા એમડી જોય થોમસે બેંકમાં ગેરરીતિ માટે ઓડિટરોને દોષિત ઠેરવીને આક્ષેપ કર્યો છે કે, સમયના અભાવના કારણે તેઓએ બેંકના ખાતાઓમાં યોગ્યરીતે ઓડિટની પ્રક્રિયા ઉપરથી હાથ ધરી હતી. ભારતીય રિઝર્વ બેંકને ૨૧મી સપ્ટેમ્બરના દિવસે લખવામાં આવેલા પાંચ પાનાના પત્રમાં થોમસે કહ્યું છે કે, બેંકના વાસ્તવિક એનપીએ અને એચડીઆઈએલના દેવાના સંદર્ભમાં વાસ્તવિક માહિતી છુપાવવામાં ટોપ મેનેજમેન્ટ સહિત નિર્દેશક મંડળના કેટલાક સભ્યોની ભૂમિકા રહેલી છે. ઉપરી ઓડિટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આના લીધે જ ગેરરીતિઓ થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, બેંકની ૨૦૧૮-૧૯ ઓડિટ રિપોર્ટ મુજબ ૨૦૧૦-૧૧થી બેંકના ત્રણ ઓડિટર લકડવાલ એન્ડ કંપની, અશોક જયેશ એન્ડ એસોસિએટ્‌સ અને ડીબી કેટકર એન્ડ કંપની હતી. આ ઓડિટરોએ ઇ-મેઇલથી પુછવામાં આવેલા પ્રશ્નો ઉપર ૨૪ કલાક સુધી હજુ કોઇ જવાબ આપ્યા નથી. એચડીઆઈએલને ફંડ આપવા માટે હજારો ડમી એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. ૧૦ વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું. નવી ચોંકાવનારી વિગતો હજુ પણ ખુલી શકે છે. પીએમસી દ્વારા એચડીઆઈએલને ૬૫૦૦ કરોડથી વધુની રકમ લોન તરીકે આપી હતી. થોમસે કહ્યું છે કે, પ્રતિષ્ઠ ખરડાઈ જવાના ભયથી બેંકે પોતાના ખાતાના સંદર્ભમાં રિઝર્વ બેંકને ૨૦૦૮થી કોઇ માહિતી આપી ન હતી. ૨૦૧૫થી પહેલા કેટલાક મોટા દેવાદારોની મોટાભાગની સૂચના ગુપ્ત રાખવામાં આવી હતી. પીએમસી બેંક કૌભાંડને લઇને હાલમાં નવી નવી વિગતો ખુલી રહી છે.

Previous articleક્રિકેટ એડવાઇઝરી કમિટિમાંથી કપિલ દેવે રાજીનામું આપ્યું
Next articleડોન દાઉદના નજીકના સાથી મુન્નાને ન સોંપવા માટે નિર્ણય