ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા આજે ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર ઝોનનું અધિવેશન મળ્યું હતું. જેમાં મેમણ સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઈકબાલભાઈ મેમણના અધ્યક્ષ સ્થાને આજેશ હેરના આર.કે.ગાર્ડ રેસ્ટોરન્ટ ખાતે સૌરાષ્ટ્રની મેમણ જમાત માટેનું અધિવેશન મળ્યું હતું. જેમાં આગેવાનોએ મેમણ જમાતના ઉત્થાન તેમજ શિક્ષણ સહિતની બાબતો અંગે ચર્ચાઓ કરી હતી.
આ અધિવેશનમાં આરીફભાઈ કાલવા, ફિરોજભાઈ લાકડીવાલા, ફારૂકભાઈ તંબુ, કાદરભાઈ પીરવાણી, સતારભાઈ નેશનલ, ડો. ગફારભાઈ સહિત સૌરાષ્ટ્રની મેમણ જમાતના પ્રમુખો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે તાજેતરમાં બનેલા રંઘોળા અકસ્માત બનાવમાં પ૧ હજાર તેમજ મસ્જીદ દુર્ઘટનાના મૃતકોને ૧૧ હજારની સહાયની જાહેરાત કરી મૌન પાળી તેમને શ્રધ્ધાજલિ પાઠવી હતી.