માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્વટર અને તેના ડેશબોર્ડ મેનેજમેન્ટ પ્લેટફોર્મ ટ્વીટડેક બુધવારે એકાએક ઠપ થઈ ગયા હતા. જેને પગલે વિશ્વભરમાં આના યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટિ્વટર સપોર્ટે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. ૨જી ઓક્ટોબરના સવારથી સર્જાયેલી આ ખામી હજુ સુધી યથાવત રહી છે. ટિ્વટર સપોર્ટે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી તમને ટ્વીટ કરવામાં, નોટિફિકેશન મેળવવા અથવા ડાયરેક્ટ મેસેજ જોવામાં સમસ્યા ઊભી થઈ શકે છે. અમે આ ખામીને ઝડપથી ઉકેલીને સેવા રાબેતા મુજબ કરવા પ્રયાસ કરી રહ્યા છે. ટૂંક સમયમાં સેવા પૂર્વરત થઈ જશે.’ કંપનીએ આ સિવાય અન્ય કોઈ વિગતો જણાવી નથી. આઉટેજ મોનિટરિંગ વેબસાઈટર્ ેંંટ્ઠખ્તી. િીર્િંને ટિ્વટર ઠપ થયાની ચાર હજારથી વધુ ફરિયાદો મળી છે. દુનિયાભરમાંથી આ ફરિયાદો મળી છે જેમાં જાપાન, કેનેડા અને ભારતનો સમાવેશ થાય છે.
ટિ્વટરના એક પ્રતિનિધિએ આ અહેવાલ અંગે ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે કંપની ટ્વીટડેકમાં રહેલી ખામી પર કામ કરી રહી છે. એક સાથે સંખ્યાબંધ ટિ્વટર એકાઉન્ટમાંથી ટ્વીટના મોનિટરિંગ માટે ટ્વીટડેકનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ રિપોર્ટર્સ અને અન્ય સર્જકો કરતા હોય છે.