૯૫૫ હાઇરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટીનો અભાવ, પાણીની લાઇન કાપવાનો નિર્ણય

452

સુરત ફાયર વિભાગ દ્વારા ૯૫૫ જેટલી હાઇ રાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી ના સાધનો ના અભાવ ને કારણે પાણી અને ડ્રેનેજ લાઈન કાપવાનો નિર્ણય કરવામાં આવતા બિલ્ડરો દોડતા થયા છે.

તક્ષશિલા આગ હોનારત બાદ ફાયર વિભાગે ફાયરસેફટીનાં મુદ્દે કોઈપણ રીતે બાંધછોડ કરવા તૈયાર નથી. તક્ષશિલા દુર્ઘટના પછી સુરત ફાયરે શહેરની ૧૧૪૨ હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયરસેફટીના સાધનો છે કે નહીં તેનો સર્વે કર્યો હતો.

આ સર્વેમાં ૧૦૬૪ જેટકી હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો કે ફાયરની એનઓસી નહિ હોવાથી નોટિસ આપવામાં આવી હતી. આ પૈકી ૯૫૫ બિલ્ડીંગ દ્વારા નોટિસ પછી પણ ફાયરની એનઓસી રજૂ કરવામાં આવી નહોતી. જેથી હવે આ બિલ્ડીંગના પાણી અને ગટર કનેક્શન કાપી નાંખવા સાત ઝોનને આદેશ આપવામાં આવ્યા છે. જોકે આ મુદ્દે ડેપ્યુટી મેયરે ફાયરની એનઓસી માટે પાલિકા દ્વારા ૧૪ ફાયર કન્સલ્ટન્ટ નીમવામાં આવ્યા છે.

શહેરમાં ૧૫૨૮ કોમર્શિયલ બિલ્ડીંગની ફાયરની એનઓસી બાકી છે. આ ઉપરાંત ૯૫૫ રહેણાંક હાઇરાઈઝની એનઓસી લેવામાં ખાસ્સો સમય લાગે તેમ છે.

નવરાત્રી અને દિવાળીને કારણે લોકો વેપાર ધંધામાં વ્યસ્ત હોય છે. ત્યારે ફાયર એનઓસી લેવાની કામગીરી માટે તેમને થોડો સમય આપવો જરૂરી છે. રહેણાંક વિસ્તારમાં ફાયર એનઓસી માટે પાણી અને ડ્રેનેજના જોડાણો કાપવાનો આકરો નિર્ણય લેતા પહેલા લોકોને થોડો સમય મળે તે માટે કમિશનરને નોંધ મુકવામાં આવી છે.

Previous article૧ એપ્રિલ,૨૦૨૦થી ફોન પર એસએમએસ મોકલી જીએસટી રિટર્ન ફાઇલ કરી શકાશે
Next articleબે સગીરાનું અપહરણ કરીને વિડિયો બનાવાતા સનસનાટી