બહેરામપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા એક વૃદ્ધાને તેમના જ બે સંતાનોએ ઘરમાંથી કાઢી મૂકાવાનું કહી પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ વૃદ્ધાએ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરીને સમગ્ર ઘટનાની હકીકત પોલીસને જણાવી હતી.
ત્યારબાદ પોલીસે બન્ને પુત્રો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. વૃદ્ધાઓ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, મારા બે દીકરા ઘરમાંથી જતાં રહેવા દબાણ કરી માર મારી રહ્યા છે. જેથી જીવવું અશક્ય બનતા મારે તમારો સહારો લેવો પડ્યો હતો.
પિતાએ પોતાની દર્દનાક કથનીમાં જણાવ્યું હતું કે, મારું ઘર બહેરામપુરામાં આવેલી વિજયાલક્ષ્મી સોસાયટીમાં રહીએ છીએ.
મારે પરિવારમાં પત્ની અને ત્રણ દીકરાઓ સાથે રહે છે. ૨૦ દિવસ પહેલા તેમના પુત્ર રાહુલ અને જયપ્રકાશે તેમના પિતાને ઘરમાંથી જતાં રહેવા જણાવ્યુ હતું.
મે સામે પુત્રોને જણાવ્યું કે, આ મારું ઘર છે તમે મને કેમ ઘરમાંથી કાઢી મુકો છો તેમ કહેતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. વૃદ્ધે આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ ઘરમાં શાંતિ રહી હતી.