ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે ૧૫૦ મી ગાંધી જયંતી નિમિત્તે અમદાવાદ શહેરના ઈન્કમટેક્સ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે દેશભરમાં સ્વચ્છતા દિન ઉજવાઇ રહ્યો છે ત્યારે મંત્રીએ શ્રમદાન કર્યું હતું. મંત્રીએ આસપાસના વિસ્તારમાંથી કચરો એકત્ર કરીને સ્વચ્છ ભારતનો સંદેશો પ્રસરાવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયર બીજલબેન પટેલ અને પદાધિકારીઓ, કોર્પોરેટરઓ અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Home Gujarat Gandhinagar ૧૫૦મી ગાંધી જયંતી નિમિત્તે પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી , સ્વચ્છતાનો...