ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિરે આજે રવિવારના દિવસે સ્થાનિકો મોટીસંખ્યામાં માતાના દર્શને આવે છે. જ્યાં સાંજના સુમારે એક શખ્સ સ્કુટરની ડીકી તોડી ચીજવસ્તુઓની ચોરી કરતો દર્શનાર્થીઓએ ઝડપી લઈ પોલીસને સોંપી દીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કાળીયાબીડ મેલડી માતાના મંદિરે સાંજના સુમારે પાર્ક કરેલ સ્કુટરની ડીકીઓ તોડતો શખ્સને દર્શનાર્થીઓએ ઝડપી લઈ મેથીપાક આપ્યો હતો અને બનાવ અંગે પોલીસમાં જાણ કરાતા નિલમબાગ પોલીસ બનાવસ્થળે જઈ ડીકીચોરને પકડી પુછપરછ કરતા કૌશિક મનસુખભાઈ મેર ઉ.વ.ર૮ રે.ઘોઘા જકાતનાકાવાળો હોવાનું જણાવ્યું હતું. પોલીસે શખ્સને પોલીસ મથકે લઈ જઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.