‘સ્વચ્છ ભારત દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લાના વહેલાલ ખાતે કરાઇ

382

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાંચ વર્ષ પહેલા દેશવાસીઓને ’સ્વચ્છ ભારત મિશન’ માટે આહ્વાન આપ્યું હતું. જેના અનુસંધાનમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ’સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અમદાવાદ જિલ્લાના વહેલાલ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.

તેમણે ઉપસ્થિત લોકોને આહવાન કરતા જણાવ્યું કે, આજથી લોકો ૫૦ દ્બૈષ્ઠર્િહ થેલીઓનો સદંતર ત્યાગ કરે અને કાગળ અને કાપડની થેલીઓનો રોજબરોજના જીવનમાં ઉપયોગ કરે તે પર્યાવરણ માટે ઉત્તમ સાબિત થશે.

આ પ્રસંગે દસકોઈ તાલુકાના ધારાસભ્ય  બાબુભાઇ જમનાદાસ પટેલ, આસિસ્ટન્ટ કલેકટર  દેવ ચૌધરી સહિત અન્ય અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કરનાર ડો.એચ.એલ. ત્રિવેદીનું નિધન
Next articleમહાત્મા ગાંધી અને શાસ્ત્રીને દેશભરના લોકોએ યાદ કર્યા