બિહારના પાટનગર પટણામાં ભારે વરસાદ બાદ અયોગ્ય વ્યવસ્થાને લઇને નીતિશ કુમારની વ્યાપક ટિકા કરવામાં આવી રહી છે. શહેરના પોશ ગણાતા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. નાની નાની શેરીઓમાં નૌકા ફરી રહી છે. બીજી બાજુ એનડીએ સરકારમાં પણ આને લઇને ખેંચતાણની શરૂઆત થઇ ગઇ છે. એનડીએ અને જેડીયુ વચ્ચે ખેંચતાણ વધી ગઇ છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન ગિરિરાજ સિંહ બાદ હવે બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયશવાલે પટણામાં પુર અને જળબંબાકારને લઇને નીતિશ કુમાર સરકાર પર ઉદાસીનતા રાખવાનો આક્ષેપ કર્યો છે. જયશવાલે કહ્યુ હતુ કે કુદરતી હોનારત પર કોઇનો અંકુશ નથી પરંતુ ૨૪ કલાક પહેલા વરસાદ રોકાઇ ગયા બાદ હજુ પણ સ્થિતી કાબુમાં આવી નથી. પાણીનો નિકાળ હજુ કરવામાં આવ્યો નથી. જેથી સામ સામે આક્ષેપબાજીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પટણા અને આસપાસના વિસ્તારોમાંથી પાણીનો નિકાલ ન થતા તંત્ર પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલામાં સંબંધિત વિભાગના અધિકારીઓ સામે પગલા લેવાની માંગ ઉઠી રહી છે. જયશવાલે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૭માં જ્યારે પુરની સ્થિતી સર્જાઇ ત્યારે જિલ્લા અધિકારીઓની સાથે મળીને ચંપારણના તમામ ગામોમાં ભોજનની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી હતી. કેન્દ્રિય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યુ છે કે બિહારમાં રાહત વ્યવસ્થા માત્ર કાગળ પર મર્યાદિત દેખાઇ રહી છે.
વહીવટીતંત્ર માટે પુર ઉત્સવ સમાન છે. વિભાગીય વ્યવસ્થાની આડમાં માનવીય સંવેદના સાથે મજાક કરવામાં આવી રહી છે. ગિરિરાજે કહ્યુ હતુ કે પટણામાં જળ પ્રળયની સ્થિતી કુદરતી નહીં બલ્કે સરકારની ચુક વધારે દેખાઇ રહી છે.