દડવા ગામે સ્વચ્છતા અભિયાન

407

આજે ૨જી ઓક્ટોબરે ૧૫૦ મી ગાંધી જયંતિ નિમિત્તે દડવા  ગામે વહેલી સવારે ૮ વાગ્યે સ્વચ્છતા અભિયાન દડવા આશ્રમ ચોક થી પંચાયત, બસસ્ટેન્ડ, મઢુલી, પ્રાથમિક શાળા,રાંદલમાતાજી ના મંદિર આસપાસ સફાઇ કરવામા આવેલ કચરો,પ્લાસ્ટીક વગેરે એકઠુ કરી નાશ કરેલ જે દડવા ગામના સરપંચ દેવરાજભાઇ મોરડીયા ઉપસરપંચ નથુભાઇ સોલંકી સભ્ય-જાદવભાઇ માંગુકિયા,નારશંગભાઇ ચારોડીયા,દામજીભાઇ માંગુકિયા, કાળુભાઈ માંગુકિયા,છગનભાઈ ડાભી,ગણેશભાઇ માંગુકિયા, પ્રભાતસિહ ગોહિલ સુખદેવસિહ ગોહિલ,તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ ટાંક  વગેરે આગેવાનો  દ્વારા કાર્યક્રમ યોજેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ નો પ્રયાસ કરવામાં આવ્યો.

Previous articleગ્રામિણ ભારત ખુલ્લામાં શૌચથી  મુક્ત જાહેર : વધુ એક મોટી સિદ્ધિ
Next articleભાવનગર એરપોર્ટ દ્વારા સ્વચ્છતાના શપથ લેવાયા