શિક્ષણમાં ફી ને મામલે કેટલાક સરકારી ખર્ચે શિક્ષણ ઉદ્યોગ ચલાવતા માફીયાઓને ઘી-કેળા
ફી નિર્ધારણ અને શિક્ષણ આજે ચર્ચાનું જ નહીં પણ વાલીઓ માટે મહત્વનો પ્રશ્ન બન્યો છે. ફી કેટલી રાખવી તે હવે કોઈ નકકી કરશે પરંતુ તેના ધોરણો પણ એટલાં ઉંચા છે કે ગરીબનાં બાળકો તેમાં ભણી શકવાના નથી. આરટીઆઈને બાદ કરીએ તો એવો પણ મોટો વર્ગ છે જેને કંઈ સવલતો શિક્ષણ માટે મળતી નથી અને માસિક કમાણી જેટલી મહિનાની શાળાની ફી હોય તો તેમના બાળકો કયાં ભણશે ? તે પણ શિક્ષણના ખાનગીકરણના આ જમાનામાં એક મહત્વનો પ્રશ્ન છે જવાબદારી કોણ ઉપાડશે ? ફલેશબેકમાં જઈએ તો આજે ગ્રામ્ય કક્ષાએ ગ્રાન્ટેડ શાળાઓ છે જે એટલા માટે છે કે ગામના કેટલાંક જાગૃત લોકો ટ્રસ્ટ તેની જવાબદારી લઈને પોતાના બાળકો માટે શિક્ષણની જવાબદારી ઉપાડે છે. પરંતુ શહેરમાં કિંમતી કરોડોની જમીનને ટ્રસ્ટે પણ ખરીદીને એવી શાળાઓ બનાવી શકે નહીં કેટલાક શિક્ષણ માફિયાઓ સરકાર પાસેથી જમીન મેળવી શકે છે ટોકન દરે કે લગભગ મફતના ભાવે તેની સામે સરકાર ગરીબ-મધ્યમ વર્ગના બાળકો માટેની કોઈ શરત કરતી નથી. કારણ કે આ માફિયાઓ સાથે પાછલા બારણે તેવા દલા તલવાડીઓ પણ જોડાયેલા હોય છે. આ ફી વધારામાં તેમને પણ ફી અંગે ફાયદો થઈ ગયો ૪ કે પ હજાર ફી લેવી આવી સરકારી મદદ શાળાની જમીનોમાં ચાલતી શાળાઓએ પણ ફી ૧ર થી ૧પ હજાર કરી, સામાન્ય વર્ગના બાળકો ભણતા હતા તેમના ખિસ્સા સીધેસીધા આવા માફિયા દ્વારા ખંખેરવાના લાયસન્સ મળી ગયા. તેમના આવા કારખાનામાં વિદ્યાર્થીઓ લગભગ પ૦ હજાર હોય તો કરોડો રૂપિયા કમાવવાનું લાયસન્સ મળી ગયું અનુ જમીન તો સરકારી હતી ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવેલું હતું. સીધેસીધો કરોડો રૂપિયાનો વેપાર વધી ગયો અને પ્રજા ફરી એકવાર રાજકારણી-શિક્ષણ માફીયાનો ભોગ બની !! બાળકોના ભવિષ્યની વાત જ શું કરીએ.
વિધાનિક-વિધાનસભા જ્ઞાન વગર કોંગ્રેસ ફીકકી – વ્યવસ્થામાં ફસાઈ
કોંગ્રેસમાં અંદર અંદર ખેંચતાણ એ નવી બાબત નથી. જેથી કરીને વિધાનસભામાં જુનિયર પરેશભાઈને વિરોધ પક્ષના નેતા બનાવ્યા પછી લગભગ કોઈ સિનિયર અંદરથી મનથી સપોર્ટ નહી કરતાં જોવા મળે છે. જેથી વિરોધપક્ષ મોટો થયો હોવા છતાં જ્ઞાન વૈધાનિક અજ્ઞાન ના લીધે તેમનો વિરોધ ઘટયો છે. બીજી રીતે કહીએ તો જયાં જેવો વિરોધ કરવો પડે તેવો કરી શકતા નથી અને તેમનો પક્ષ મોટો હોવા છતા સત્તાધારી પાર્ટીની ટ્રેપમાં લગભગ સાવ ફીકકી વિધાનસભા જોવા મળે છે. વિધાનસભામાં કેટલાંક જુના સભ્યો છે પરંતુ તેઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવા માંગતા ન હોય તેવું પણ લાગી રહ્યું છે. જેથી કરીને પણ વિરોધપક્ષ નબળો સાબિત થઈ રહ્યો છે. જરૂરી લાગે તેવો વિરોધ પુરતી સંખ્યા હોવા છતાં કરી શકતા નથી તેની પાછળના ઘણા કારણો હોઈ શકે પણ સામુહિક વિરોધની ચોકકસ દિશા કોંગ્રેસ પકડી શકતી નથી જેના કારણે જેવો પ્રતિભાવ પડવો જોઈએ તેવો પડી શકતો નથી આમ જ ચાલતુ રહેશે તો વિધાનસભાનું બજેટ સત્ર પુરુ થઈ જશે અને કંઈ ઈમ્પેકટ કોંગ્રેસ ઉભી કરી શકશે નહીં અને ફરી એકવાર નબળી સાઈડ કોંગ્રેસની જ દેખાશે.
સૌના વિકાસમાં લીમીટેડ લીસ્ટ રાખવાથી કદી સમાજનું ભલુ થવાનું નથી.
સમાજ ગરીબ ઉચચ મધ્યમ વર્ગમાં લગભગ વહેંચાઈ ગયો છે. મધ્યમવર્ગ રહયો નથી કેટલાક ગરીબ તો કેટલાક ઉપર કુદી ગયા છે. આવકની સામે મોંઘવારીમાં માણસનું આવું જીવન ફકત બ્રેટ બટરમાં જતું રહે તેવું બને છે. વધુમાં પોતાના બાળકોને લગ્ન કરાવવા અને છેવટે એક ઘર બનાવવું આ ઘટનાક્રમની પાછળ આખું જીવન વિતાવવું પડે છે અને એવો વર્ગ ૬ કરોડમાંથી પ કરોડથી પણ વધારે છે. એટલે મોટાભાગના લોકો આ કેટેગરીમાં આવે છે. સરકારે પણ આ બાબતોનું ધ્યાન રાખી જાતિઓ બનાવવી પડશે નહીં તો જેમ સેકસ રેશિયો ઘટવાથી ઈમ્બેલ્સ થાય તેના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ સમાજમાં થતી રહેશે અને તેથી જ ચોરી-લુંટ-ખૂન -બળાત્કાર – ધાડ- ઝડપથી પૈસા મેળવવા અસામાજિક પ્રવૃત્તિઓ, દારૂના અડ્ડા, જુગાર કે દાણચોરી જેવી પ્રવૃત્તિમાં લોકો સહેલાઈથી જોડાવા પ્રેરાય છે. વિદેશમાં આ નથી કરતા તેને કામ મળે છે સામે યોગ્ય નાણા જેથી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે કંઈ પણ મુશ્કેલી નથી.તેવા સંજોગોમાં સરકારે પ્રાથમિક જરૂરિયાતો રોટી- કપડા -મકાન- શિક્ષણ જેવી જવાબદારી ઉઠાવવી પડશે. તેનાથી દૂર ભાગી સૌનો વિકાસ કરી શકવાની વાતો માત્ર ભાષણોના સ્લોગનોમાં જ રહેવાની છે. જો કે કેટલીક વાર વિચાર એ પણ આવે કે આપણે સામાન્ય માણસ પણ મળે છે. તે શું રાજયકર્મીઓ જાણતા નહી હોય.. અને તે સ્લોગનો ફકત મત માટે, ચૂંટણી માટે જ બોલાતા હોય તો નવાઈ નહીં બાકી સૌનો સાથ મત માટે અને સૌના વિકાસમાં માત્ર સિલેકટેડ લીસ્ટ પણ હોઈ શકે…
તૃષ્ટિકરણ-રાજકીય શણાગતિ કે ખોટા માટે રસ્તા – બંન્ને માટે ખતરનાક
છેલ્લા કેટલાક સમયથી બનતા બનાવોમાં સમાજ માટે એક મહત્વના ખતરાની ઘંટડી વાગતી દેખાઈ રહી છે. કોઈપણ વાત મનાવવા માટે આત્મ વિલોપનનું હથિયાર ઉગામનારાની સંખ્યામાં ઉછાળો આવી ગયો છે જેનાથી આપણી વ્યવસ્થા અને ચર્ચામાં અનેક ઘણો વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ કેટલીક અકસ્માતની ઘટનાઓ દુઃખદ જરૂર છે. પરંતુ તેની પાછળ રાજકીય શરણાગતિ જેવી મદદ કે સહાયના નામે જાહેરાતો તે પણ લાંબા ગાળે સમાજના અનેક પ્રશ્નો ઉભા કરશે. કારણ કે અકસ્માત એ અજાણતાં થતી આકસ્મીક ઘટના છે. આજે કોળી સમાજ સાથે થઈ તે દુઃખદ અને નહીં થવી જોઈએ. તે વાત સ્પષ્ટ છે પરંતુ તેને માટે સહાય જાહેર કરવી એ રાજકીય શરણાગતી છે જે ડેન્જર જ નહીં પણ ભાગલાવાદી પગલું બની શકે છે. કારણ વિધાનસભામાં આદીવાસી ધારાસભ્યએ પોતાના વિસ્તારના આદીવાસી ભાઈ-બહેનોના એવા અકસ્માત માટે સહાયની માંગ તરત જ વિધાનસભામાં કરી હતી એવી જ અન્ય કોમો માટે થવાની અને સરકારે કેટલીક કોમ માટે ઘુંટણીએ પડીને પણ સહાય જાહેર કરવું ફરજીયાત બની રહેશે. ત્યારે અન્યને અન્યાય કરવો જ પડશે કાલે આ બાબત, નિર્ણય, દુરંદેશી અસરો પાડશે તે નકકી..