મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે બોટાદ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદીર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતુ.જેમાં સમગ્ર મંદીર પરીસર સહીત મંદીરના આસપાસના રોડ ઉપર સફાઈ કરવામાં આવી હતી.આ સ્વચ્છતા અભિયાનમાં પુજ્ય વિનમ્રસેવા સ્વામી,પુજ્ય પ્રિયકીર્તન સ્વામી સહીત મોટી સંખ્યામાં હરીભક્તો દ્વારા મંદીર અને ભાવનગર રોડ ઉપર સફાઈ કરવામાં આવી હતી.