બીબીઍ કૉલેજ દ્વારા ફાઇનલ વર્ષ નાં વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ યોજાયો

749
gandhi1332018-3.jpg

કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીઍ) નાં વિદ્યાર્થીઓ કૉલેજમાં ત્રણ વર્ષ સુધી નો અભ્યાસક્રમ પૂર્ણ કરી સ્નાતક ની પદવી મેળવવા જઈ રહેલ વિદ્યાર્થીઓ ને કૉલેજ આજે તેમની ઉજ્જવળ કારકિર્દી માટે વિદાય આપી રહી છે. 
ત્રણ વર્ષ દરમ્યાન કૉલેજ માં રહી અનેક બાબતો અભ્યાસક્રમ  તેમજ અન્ય પ્રવૃતિઓ થકી વિદ્યાર્થીઓ જે શીખ્યા તે શિક્ષા ને હવે તેઓ ઍ સમાજ જીવન માં તેમજ પ્રોફેશનલ કારકિર્દી મા અમલીકરણ કરવાનું છે. અત્રે બીબીઍ નો અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અનુસ્નાતક કોર્સ ની પસંદગી કરશે જ્યારે કેટલાક પોતાના વ્યવસાય કે નોકરી ની શરૂઆત પણ કરશે કૉલેજ આ તમામ વિદ્યાર્થીઓ ને શુભકામના પાઠવે છે.
આજ નો સમગ્ર કાર્યક્રમ દ્વીતીય તેમજ પ્રથમ વર્ષ નાં વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત થયો હતો. જે તેઓની સંચાલન શક્તિનું સુંદર ઉદાહરણ પૂરુ પાડે છે. વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓ દ્વારા પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યુ હતુ. કે કૉલેજ નાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા તેઓ ને હંમેશા માર્ગદર્શન તેમજ સહકાર પ્રાપ્ત થયો છે. તેઓ આજે જે કાંઈ મેળવી શક્યા છે. તેમા કૉલેજ નો અમૂલ્ય ફાળો છે. જે ને હંમેશા વિદ્યાર્થીઓ યાદ રાખશે.
કૉલેજનાં આચાર્ય ડૉ. રમાકાંત પ્રસ્ટી દ્વારા વિદ્યાર્થીઓ ને આગામી પડકારો માટે તૈયાર રહેવા નું જણાવ્યુ હતુ. તેમજ તેમની પાસે કારકિર્દી માટે ની અનેક તકો ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ કરવા જણાવ્યુ હતુ.  સાથે સાથે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ ની તેમના કારકિર્દી ના ઘડતર માટે જ્યારે પણ જરૂરપડે ત્યારે કોલેજ તેમણે માર્ગદર્શન આપવા તત્પર રહેશે. ડૉ.જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓ ને મેનેજમેન્ટ ના ઍટીકેટસ દ્વારા ઉજ્જ્વળ કારકિર્દી નુ ઘડતર કરવા જણાવ્યુ હતુ. કોલેજ દ્વારા ત્રણ વર્ષ દરમ્યાન શીખવેલ વિવિધ વિષયો નો વ્યાવસાયિક ઉપયોગ માટે પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓઍ તેમના તમામ અધ્યાપકો તેમજ કોલેજ ના બિનશૈક્ષણીક સ્ટાફ પ્રત્યે આભાર ની લાગણી તેમના અભિપ્રાય મા વ્યક્ત કરી હતી તેમજ વિદ્યાર્થીઓ ખૂબ ભાવુક થઈ ગયા હતા વિદ્યાર્થીઓ ઍ વિદાયસમારોહ મા  સુંદર અભિનય સહીત ના કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. 
સમગ્ર કાર્યક્રમ નું આયોજન આચાર્ય ડૉ. રમાકાંત પ્રસ્ટી નાં માર્ગદર્શન હેઠળ ડૉ. નીરવજોશી તેમજ સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યુ હતુ.

Previous articleગુસ્તાખી માફ
Next articleપ્રેમજાળમાં ફસાવી ૧ વર્ષ દુષ્કર્મ કર્યું પછી ૨ લાખમાં દેહવેપાર માટે વેંચી દીધી