રાષ્ટિ્પતા મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતી નિમિતે ઘોઘા તાલુકા પંચાયત અને ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા શ્રમદાન અને ફિટ ઇન્ડિયા રન મરેથોન દોડ ની સ્પર્ધાનું આયોજન પ્રમુખસંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને કરાયું, જેમાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા, ગ્રામ પંચાયતના સરપંચ અન્સારભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ, એ.ટી.ડી.ઓ. સત્યદીપસિંહ રાયજાદા, ટી.પી.ઓ. ઘનશામસિંહ જાડેજા, વિસ્તરણ અધિકારી રીંકલબેન ચોપડા તલાટી કમ મંત્રી જયેશભાઇ ડાભી, આગેવાનો સુલેમાનભાઈ સોરઠીયા, દિનેશભાઇ સોલંકી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા,
મેરેથોન દોડમાં બહેનોમાં પ્રથમ નંબરે સોનલ બારૈયા, બીજા નંબરે ક્રિષ્ના સોલંકી અને ત્રીજા ક્રમે લક્ષ્મી સરવૈયા જ્યારે ભાઈઓમાં પ્રથમ ક્રમે ગૌરવ બારૈયા, બીજા ક્રમે ધાર્મિક બાંભણીયા, અને ત્રીજા ક્રમે રમેશ સોલંકી રહયા
જેને તાલુકા પંચાયત દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરાયા, ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના ગ્રાન્ટ માંથી ડોર ટૂ ડોર કચરા માટેનું વાહનનું અનાવરણ પ્રમુખશ્રી સંજયસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું.
સાથે ગ્રામ જનો દ્વારા ગંદકી નહિ કરવા અને કોઈને ગંદકી કરવા નહિ દેવા તેમજ પોતાના પરિવાર, મોહલ્લા, ઘર, દુકાન, ઓફિસો, શાળા, ફળિયું, જાહેરસ્થળો, બજારો માં કચરો નહિ નાખીએ, અને ખરીદીમાં પ્લાસ્ટિકની થેલી ઝભલાનો ઉપયોગ નહિ કરીએ, અને કપડાની થેલીનો જ ઉપયોગ કરવા શપથ લેવામાં આવ્યા.