૨જી ઓક્ટોબર એટલે ગાંધી જન્મજયંતિ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાના માગઁ થી અંગ્રેજો થી ભારત આઝાદ કરાવ્યું અને આપણને સત્ય, અહિંસા ની શક્તિ ની સમજ આપી જે મહાત્મા ગાંધી ને ફક્ત ભારત દેશ નહિં પરંતુ વિશ્ર્વ ના તમામ દેશોમાં તેને પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે એવા આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની આજે ૧૫૦ મી જન્મજયંતિ છે આ નિમિત્તે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા “ગાંધી વંદના” કાયઁક્રમ આજરોજ તા.૨/૧૦/૨૦૧૯ ને બુધવાર ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે બધાભાઇ બાજક ના નિવાસસ્થાન, કોલેજ રોડ, એકતા સોસાયટી ખાતે રાખવામાં આવેલ હતો જેમા કોંગ્રેસ આગેવાનો દવારા મહાત્મા ગાંધીજી ની છબી ને ફુલમાળા પહેરાવીને પુષ્પાંજલિ અપઁણ કરાઇ હતી ત્યાર બાદ સામુહિક ગાંધી વંદના સાથે પ્રાથઁના કરવામાં આવી હતી સાથે સવઁ કોંગ્રેસીજનો એ મહાત્મા ગાંધીજી ના મુળમંત્ર સત્ય, અહિંસા ઉપર ચાલી અનુકરણ કરવાના શપથ ગ્રહણ કયાઁ હતા આ કાયઁકમ મા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, ધીરૂભાઈ ચૌહાણ, કિરણભાઈ ઘેલડા, મુકેશભાઈ જાની, કેતનભાઇ જાની, બધાભાઇ બાજક, પરેશભાઇ શુકલ, ઇકબાલભાઇ સૈયદ, જગદીશભાઇ નમસા, કરીમભાઇ સરવૈયા, રહીમભાઇ મહેતર, દશઁકભાઇ ગોરડીયા, છોટુભા રાણા, યુવરાજભાઇ રાવ, રફીકભાઈ મંમાણી, ડી.પી.રાઠોડ, ચંદ્રીકાબેન નમસા, ચંદ્રીકાબેન બાજક, રેખાબેન ચૌહાણ, જેસીંગભાઇ મકવાણા, પી.ટી.સોલંકી, જગદીશભાઇ પંચાલ, ઇશ્વરભાઇ નમસા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાયઁકરો જોડાયા હતા