બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ધી.જન્મભુમિ હાઈસ્કુલ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત હાઈસ્કુલના આચાર્ય અનિલભાઈ ગોહિલ દ્વારા પ્લાસ્ટીક મુક્ત ભારતના સુત્રોચ્ચાર સાથે રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી.સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીએ અને દેદી આઝાદી બીના ખડક બીના ઢાલ જેવા ગીતો હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ રજુ કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ગાંધી વિચાર અને ગાંધી પ્રસંગો અંતર્ગત વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.જેમાં ખુબ જ રસ પુર્વક શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.સાથે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા.આ કાર્યક્રમનું સફળ સંચાલન જગતભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ.જ્યારે કાર્યક્રમ પુરો થયા બાદ તમામ શિક્ષકોએ રાણપુરમાં આવેલ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતેથી સમૂહ ખાદી ખરીદી કરવામાં આવી હતી.