રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આજે ભાવનગર શહેર કોંગ્રેસ ે દ્વારા ક્રેસન્ટ સર્કલ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી કરીને સ્વચ્છતાં શપથગ્રહણ કર્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, વિપક્ષનેતા જયદિપસિંહ ગોહિલ, પૂર્વ નેતા ભરતભાઈ બુધેલીયા, પૂર્વ શહેર પ્રમુખ ડો.રાણીંગા, રાજેશ જોશી, પૂર્વ મેયર રમણીકભાઈ પંડ્યા, નગરસેવક રહીમભાઈ કુરેશી, કાંતિભાઈ છારૈયા, પારૂલબેન ત્રિવેદી, પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ, મહિલા આગેવાન, દર્શનાબેન જોશી, પ્રકાશભાઈ બોસમીયા સહિત વિવિધ પાંખના હોદ્દેદારો, કાર્યકરો વિગેરેએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી કરી સ્વચ્છતાનાં શપથ ગ્રહણ કર્યા હતા.