રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર શહેર ભાજપનાં હોદ્દેદારો, કાર્યકરો દ્વારા આજે ક્રેસન્ટ સર્કલ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા, રાજુભાઈ બાંભણીયા, ગીરીશભાઈ શાહ, રાજુભાઈ રાબડીયા, અરૂણભાઈ પટેલ, નગરસેવકો, ભાજપનાં હોદ્દેદારો, મહિલા આગેવાનો કાર્યકરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ આ ઉપરાંત ભાજપનાં આગેવાનોએ ગાંધી સ્મૃતિ ખાતે ખાદીની ખરીદી કરી હતી.