બરવાળા નગરપાલિકા દ્વારા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

415

બરવાળા નગરપાલિકા દ્વારા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સ્વચ્છતા જાગૃતિ રેલી,સ્વછતા સપથ તેમજ પ્લાસ્ટીકના ઝભલામાં વેપાર કરતા વેપારીઓને સામે કડક વલણ દાખવી દંડ કરી પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

બરવાળા નગપાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા અભિયાનના ભાગરૂપે તા.૦૨/૦૯/૨૦૧૯ ના રોજ સવારના ૯-૩૦ કલાકે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી જે રેલી રોકડિયા હનુમાનજી થી મેઈન બજાર થઇ નગરપાલિકા કચેરી ખાતે પુર્ણ કરવામાં આવી હતી.જેમાં પ્રતાપસંગભાઈ બારડ (પ્રમુખ બરવાળા ન.પા.), રાજુભાઈ જાદવ (ઉપ-પ્રમુખ બરવાળા ન.પા.) કમલેશભાઈ રાઠોડ, ભોલાભાઈ મોરી,દિલુભા ઝાલા, નટુભાઈ વાઘેલા, હિમતભાઇ મેર, ભાવસંગભાઇ તલસાણીયા, બળવંતસિંહ ગોહિલ, બરવાળા પોલીસ કર્મચારીઓ તેમજ ચૂંટાયેલા સદસ્યો આગેવાનો, હોદેદારો, નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ સહીતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેલીમાં સ્વચ્છતા અંગેના બેનર તેમજ “ પ્લાસ્ટીક હટાવો-પર્યાવરણ બચાવો ”, “ સ્વચ્છતા ત્યાં પ્રભુતા “ જેવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નગરપાલિકા કચેરી ખાતે ગાંધીજીની પ્રતિમાને ઉપસ્થિત આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત ચુંટાયેલા સભ્યો,આગેવાનો,પોલીસ સ્ટાફ, નગરજનો,વેપારીઓ, વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગેના સપથ લેવડાવવામાં આવ્યા હતા જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સપથ લીધા હતા. બરવાળા નગરપાલિકા દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકમાં વેપાર કરતા વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જી.સી.પટેલ (ચીફ ઓફિસર) આર.કે.ઝાલા, ડી.એન.પઢીયાર, મેહુલભાઈ ત્રિવેદી,ગંભીરસિંહ ભાડલીયા, એમ.બી. ધોરીયા (હિસાબનીશ) સહીતના નગરપાલિકાના સ્ટાફ દ્વારા દુકાને-દુકાને સઘન ચેકિંગ હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટીકની જપ્તી કરવામાં આવી હતી જેમાં તમામ વેપારીઓ પાસેથી ૮૦ કી.ગ્રા.પ્લાસ્ટીક જપ્તી કરી રૂ.૭૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.બરવાળા ન.પા.દ્વારા પ્લાસ્ટીક જપ્તીની સઘન કામગીરીથી પ્લાસ્ટીકનો વપરાશ કરતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

Previous articleરાણપુરની જન્મભુમિ હાઈસ્કુલ ખાતે ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી
Next articleભાવ. મનપા દ્વારા રૂપમ ચોક ખાતે મહાશ્રમદાન યજ્ઞ યોજાયો