સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ ૧૭૬ રન બનાવતાં જ દુનિયાભરમાં તેની પ્રશંસા થઈ રહી છે. ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાનનાં લોકો પણ રોહિત શર્માની તોફાની બેટિંગ પર ફિદા થઈ ગયા છે. અને તેમાં એક નામ જોડાયું છે પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્તરનું. રોહિત શર્માએ સા. આફ્રિકા સામેની મેચમાં શાનદાર સદી ફટકારતાં શોએબે તેને નવું નિકનેમ આપ્યું છે. આ સાથે શોએબે રોહિત સાથેનો એક જુનો કિસ્સો પણ શેર કર્યો છે.શોએબ અખ્તરે એક વીડિયો શેર કરીને કહ્યું છે કે, વર્ષ ૨૦૧૩માં તેણે રોહિત શર્મા સાથે મુલાકાત કરી હતી. ત્યારે મેં રોહિતને પુછ્યું હતું કે, તારું નામ શું છે. તો રોહિતે કહ્યું હતું કે, ભાઈ તમે જાણો છો કે મારું નામ રોહિત શર્મા છે. તે બાદ શોએબ અખ્તરે કહ્યું કે, તું તારા નામની આગળ જી લગાવી લે. આ જીનો મતલબ પણ શોએબ અખ્તરે જણાવ્યો હતો. અખ્તરે કહ્યું કે, રોહિત શર્મા નહીં પણ ગ્રેટ રોહિત શર્મા છે.
રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ૧૭૬ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે અગાઉ શોએબે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, તે રોહિતને ઈંગ્લેન્ડ પ્રવાસની ટેસ્ટ સીરિઝમાં ૧૦૦૦ રન બનાવતો જોવા માગે છે.