ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન એવાં સૌરવ ગાંગુલીએ હવે રવિ શાસ્ત્રી ઉપર જોરદાર હુમલો કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, રવિ શાસ્ત્રી હેડ માટે યોગ્ય પસંદ છે, પણ બીસીસીઆઈ પાસે વધારે વિકલ્પ ન હતા. કેમ કે, દાવેદારોએ આ પદન માટે આવેદન કર્યું ન હતું. અને આગામી સમયમાં આવનાર ટી ૨૦ વર્લ્ડ કપમાં તેમને ખરું ઉતરવું પડશે.
ગાંગુલીએ કહ્યું કે, રવિ શાસ્ત્રી છેલ્લા પાંચ વર્ષથી ટીમ સાથે જોડાયેલાં છે અને તેમને બે વર્ષ માટે આ જવાબદારી સોંપવામાં આવી છે. મને નથી લાગતું કે ઈતિહાસમાં અન્ય કોઈ વ્યક્તિને આટલા લાંબા સમય સુધી આ જવાબદારી સોંપવામાં આવી હોય. આ કામ માટે રવિ શાસ્ત્રી યોગ્ય વિકલ્પ છે, પણ હવે તેમના ઉપર મુકાયેલ વિશ્વાસ ઉપર ખરા ઉતરવાનું રહેશે. તેમની સામે બે ટી ૨૦ વર્લ્ડ કપ છે, જે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં યોજાશે. આ પ્રકારની મોટી ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાને જીતનો રસ્તો શોધવો જ પડશે.
રવિ શાસ્ત્રીની આગેવાનીમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઠીક-ઠીક રહ્યું છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ટેસ્ટ સીરિઝ હરાવનાર પહેલી એશિયાઈ ટીમ બની. પણ દક્ષિણ આફ્રિકામાં ટીમ ઈન્ડિયાને પોતના જ ઘરમાં ૨-૧થી માત આપી હતી. આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ની સેમિફાઈનલમાં ન્યુઝિલેન્ડ સામે હારીને ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.