શેરબજારમાં આજે પણ યથાવતરીતે વેચવાલી જારી રહી હતી. એચડીેફસી ટ્વીન, એક્સીસ બેંક તેમજ ઇન્ફોસીસ જેવા હેવીવેઇટમાં તીવ્ર વેચવાલી વચ્ચે શેરબજારમાં મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. યશબેંક અને એબોટ ઇન્ડિયાના શેરમાં તેજી રહી હતી. બેન્ચમાર્ક એસએન્ડપી બીએસઇ સેંસેક્સ ૧૯૯ પોઇન્ટ ઘટીને ૩૮૧૦૬ની નીચી સપાટી પર રહ્યો હતો. વેદાન્તાના શેરમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. આરબીઆઇની પોલીસી પહેલા આજે કારોબારીઓ રોકાણ કરવાના મુડમાં દેખાયા ન હતા. યશ બેંકના શેરમાં ૩૩ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. દિવસ દરમિયાન ભારે અફડાતફડી રહી હતી. યશ બેંકના શેરમાં હજુ સુધીનો સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. કારણ કે કંપનીના મુખ્ય અધિકારી રવનિત ગિલે ખાતરી આપી હતી કે બેંકો ફાયનાન્સિયલ રીતે મજબુત છે. તેના શેરમાં અંતે ૩૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. કારોબાર દરમિયાન શેરબજારમાં મંદી રહી હતી. કુલ ૨૬૫૧ કંપનીઓના શેરમાં કારોબાર થયો હતો. જે પૈકી ૯૬૧ શેરમાં તેજી અને ૧૫૩૦ શેરમાં મંદી રહી હતી. ૧૬૦ શેરમાં યથાવત સ્થિતી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૪૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૮૪૪ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૯૧૦ રહી હતી. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સની સપાટી ૧૧૩૧૩ રહી હતી તેમાં ૪૭ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. સેક્ટરલ મોરચા પર જોવામાં આવે તો આજે એનએસઈમાં મેટલના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૩૨૫ રહી હતી. ૧૫ ઘટકો પૈકી ૧૪ ઘટક શેરમાં મંદી રહી હતી. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૮૪૩ રહી હતી. રિયાલીટીના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો તેના ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં સતત ચોથા દિવસે ઘટાડો રહેતા તેના શેરની કિંમત બે વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી. આ શેરમાં કારોબારના અંતે કિંમત ૧૨૫૬ રહી હતી. બીજી બાજુ એબોટ ઇન્ડિયાના શેરમાં ઓલટાઇમ હાઇ સપાટી જોવા મળી હતી. તેના શેરમાં ચાર ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં રેંજ આધારિત કારોબાર જોવા મળ્યો હતો. ગ્રોથમાં તેજી રહેવાની શક્યતા દેખાઈ રહી છે. શેરબજારમાં હાલ કોઇપણ પ્રકારના દાવો અર્થશાસ્ત્રીઓ પણ કરવાની સ્થિતિમાં નથી જેથી કારોબારી રોકાણના મુડમાં નથી.