દિવાળીના ૧૧ દિવસ બાદ સોનાના ભાવોમાં વૃદ્ધિ થશે

299

હાલના સમયમાં સોનાની કિંમતમાં ભારે ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે. આનુ કારણ સ્થાનિક માંગમા ઘટાડો હોવાનુ જાણવા મળી રહ્યુ છે. નિષ્ણાંતોની વાત પણ વિશ્વાસ કરવામાં આવે તો દિવાળી સુધી સોનાની કિંમતમાં ભારે ઉથલપાથલ રહી શકે છે. આવી સ્થિતીમાં સોનાની ખરીદી કરવા માટે ઇચ્છુક લોકો માટે આ યોગ્ય સમય છે. દિવાળી બાદ લગ્ન સિઝનની શરૂઆત થઇ રહી છે. આવી સ્થિતીમાં સોનાની કિંમત ફરી એકવાર ૪૦ હજાર સુધી પહોંચી શકે છે. એટલે કે સોનાનો ભાવ ૪૦૦૦૦ સુધી પહોંચી શકે છે. પીપી જ્વેલર્સના વાઇસ ચેરમેન પવન ગુપ્તાના કહેવા મુજબ હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સાથે સાથે સોનાની માંગ વધી રહી નથી. માર્કેટમાં ગોલ્ડની ખરીદી ઓછી થઇ રહી છે. લોકો હજુ સોનામાં રોકાણ કરવાના મુડમાં નથી. જેથી સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. જો કે સોનાની કિંમત દિવાળી બાદ વધી શકે છે. એ વખતે લગ્નની સિઝન શરૂ થનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે સ્થાનિક માર્કેટમાં માંગ વધશે ત્યારે ગોલ્ડની કિંમતમાં તેજીને રોકવા માટેની બાબત મુશ્કેલરૂપ બની શકે છે. આવી સ્થિતીમાં જોે ગોલ્ડની ખરીદી કરવા માટે લોકો ઇચ્છુક છે તો માર્કેટ પર નજર રાખવાની જરૂર છે.શેરબજારમાં  હાલ ભારે પ્રવાહી સ્થિતી જોવા મળી રહી છે. શેરબજારમાં ગઇકાલે ગાંધી જંયતિની રજા હતી. મંગળવારના દિવસે તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં વેચવાલી વચ્ચે ગુરૂવારના દિવસે  સતત બીજા દિવસે તીવ્ર ઘટાડો રહ્યો હતો. એક વખતે બપોરના ગાળામાં સેંસેક્સ ૯૦૦થી વધુ પોઇન્ટ સુધી ઘટી ગયો હતો અને ઘટીને ૩૭૯૯૦ નીચી સપાટીએ પહોંચ્યો હતો પરંતુ કારોબારના અંતે તેમાં રિકવરી રહેતા અંતે સેંસેક્સ ૩૬૨ પોઇન્ટ ઘટીને ૩૮૩૦૫ નીચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી ૧૧૫ પોઇન્ટ ઘટીને ૧૧૩૬૦ની સપાટીએ રહ્યો હતો.

Previous articleઆદિત્ય ઠાકરેએ રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું : લોકો ઉમટ્યા
Next articleગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતા આરોપીની એલસીબીએ ધરપકડ કરી