ટ્રાફિકનો દંડ ભરવાનું કહેતા મહિલાની રસ્તા વચ્ચે નૌટંકી, પોલીસ સાથે મારામારી કરી

466

સુરતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેવી રીતે એક મહિલા ટ્રાફિકનો નિયમ ભંગ કરવા પર દંડ ભરવાની રકમથી બચવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી રહી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ મહિલા જાહેરમાં પોલીસ કર્મચારીને ગાળો પણ ભાંડતી જોવા મળી છે. આ ઘટના સુરતમાં બની હતી. આજે ટ્રાફિક પોલીસે એક મહિલાને રોકી હતી, કારણ કે તેની કાર પર બ્લેક ફિલ્મ લાગી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોવાથી ટ્રાફિક પોલીસે મહિલાને દંડ ભરવાનું કહ્યું હતું. જેથી દંડની રકમ ભરવાથી બચવા માટે મહિલાએ જાહેરમાં નોટંકી શરૂ કરી હતી. એટલું જ નહિ, આ મહિલાએ જાહેરમાં પોલીસ સાથે મારામારી કરી હતી. તેણે પોલીસ કર્મીને ગાળો પણ આપી હતી. આ દંડ ભરવાથી બચવા માટે મહિલાએ રોડ પર ભારે નોટંકી કરી હતી. તેમજ પોતે પીડિત છે તેવુ બતાવવા માંગતી હતી. પહેલા તો પોલીસ કર્મચારી સાથે બબાલ અને મારામારી કર્યા બાદ મહિલા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારે આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Previous articleગરબા ગ્રાઉન્ડ્‌સમાં ફૂડ વિભાગના દરોડા…૩ કિલો અખાદ્ય ફૂડનો નાશ કર્યો
Next articleમયંક ટેલર હત્યા કેસમાં મુખ્ય આરોપી મુખ્ય આરોપી પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ