રાજકોટવાસીઓ આનંદો…રૂપાણીનાં રાજમાં બનશે સેન્સરવાળા રોડ

424

ગુજરાતમાં ભારે વરસાદના કારણે અમદાવાદ સહિત અનેક જગ્યાએ રોડ રસ્તાઓની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે. જાહેર રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે મોટા અકસ્માતોની સખ્યા પણ વધી રહી છે. તંત્ર દ્વારા શહેરીજનો પાસેથી દરવર્ષે કરોડો રૂપિયા ટેક્ષ ઉઘરાવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરના નગરજનોને મોટી ખુશખબરી મળી રહી છે.

રાજકોટ શહેરમાં હવે ગેરેન્ટીવાળા અને સેન્સરથી સજ્જ એવા ટેક્નોલોજીનો સભર રોડ બનવા જઇ રહ્યા છે. રાજકોટમાં સેન્સરવાળા રોડને લઇને મેયર બીનાબેન આચાર્ય દ્વારા નગરજનોને આ ખુશખબરી આપવામાં આવી હતી. તેમને આપેલી માહિતી પ્રમાણે, રાજકોટના મુખ્ય માર્ગો અને ટીપી રોડ સેન્સરની મારફતે તૈયાર કરવામાં આવશે.

શહેરમાં ખાડામુક્ત રોડ બનાવવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે. મેયર બીનાબેન આચાર્યએ સેન્સરવાળા રોડને લઇને જણાવ્યું કે, આગામી સમયમાં શહેરમાં ૫ વર્ષની ગેરેન્ટી વાળા રસ્તા બનાવવામાં આવશે. ૫ વર્ષ સુધીમાં રોડ ખરાબ થશે તો તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.

ચાલુ વર્ષે વરસાદને કારણે રૂપિયા ૫૧ કરોડના રસ્તાનું ધોવાણ થયું હોવાનું તેમને જણાવ્યું હતું. ત્યારે રાજકોટના મેયરે જણાવ્યું કે, પાણી નિકાલ અને રોડ લેવલ માટે સેન્સર વાપરવામાં આવશે. આગામી ૧૫ ઓક્ટોબર સુધી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે, અને ત્યારબાદ સેન્સરવાળા રોડ બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.

Previous articleમયંક ટેલર હત્યા કેસમાં મુખ્ય આરોપી મુખ્ય આરોપી પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ
Next articleરીક્ષાચાલકોની સ્વયંભૂ હડતાળને મિશ્ર પ્રતિસાદ, અમુક જગ્યાએ જબરદસ્તી બંધ પળાયો