ભારત-પાક વચ્ચે અણુ યુદ્ધ થાય તો કરોડો લોકોના મોત

358

અમેરિકામાં હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ જંગ થાય તો ૧૨.૫ કરોડ લોકોના મોત થઇ શકે છે. આ ઉપરાંત દુનિયાભરમાં મોટાપાયે ભુખમરાની આશંકા પણ રહેશે જેના લીધે વધારે પડતા લોકોના મોત થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ જંગની સ્થિતિમાં ખુબ જ ખતરનાક પરિણામ આવી શકે છે. જળવાયુ પરિવર્તનથી થનાર કુદરતી હોનારતો પણ આના લીધે થશે. અભ્યાસના સહલેખકના જણાવ્યા મુજબ બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ થશે તો ૧૨.૫ કરોડ લોકોના તરત જ મોત થશે. આ પ્રકારના યુદ્ધથી માત્ર તેમની જગ્યાઓ નુકસાન થશે નહીં. પરમાણુ બોંબ ઝીંકવામાં આવશે તો સમગ્ર દુનિયાને અસર થશે. સાયન્સ એડવાન્સ જનરલમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નુકસાનનો અંદાજ વ્યાપક અભ્યાસ મારફતે મુકવામાં આવ્યો છે. કેટલાક અંદાજમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની સંભાવના રહેલી છે. કાશ્મીરને લઇને બંને પડોશી અનેક વખત યુદ્ધના મેદાનમાં ઉતરી ચુક્યા છે. અભ્યાસ મુજબ ૨૦૨૫ સુધી બંને દેશોના પરમાણુ હથિયારોની સુયંક્ત સંખ્યા ૪૦૦થી ૫૦૦ જેટલી હોઈ શકે છે. અભ્યાસમાં સામેલ રહેલા સંશોધકોના કહેવા મુજબ પરમાણુ બોંબ ઝીંકવાની સ્થિતિમાં ૧.૬થી ૩.૬ કરોડ ટન ધુમાડા અને રાખના જથ્થામાંથી નાના રજકણ બહાર નિકળશે જેના લીધે વધારે પડતું નુકસાન થશે. ગરમ હવા બનવાથી નુકસાન વધારે થશે. આના લીધે સૂર્યની રોશનીના પ્રમાણમાં ૨૦થી ૩૫ ટકાનો ઘટાડો થશે. આનાથી ધરતીની સપાટીનું તાપમાન ૨થી પાંચ ડિગ્રી સુધી ઘટી જશે. સંશોધકોના કહેવા મુજબ ૨૦૨૫ સુધી પરમાણુ હથિયારોની સંખ્યા અનેકગણી વધી જશે. ૧૯૪૫માં અમેરિકા દ્વારા હિરોમીમામાં ઝીંકવામાં આવેલા બોંબના કદના પરમાણુ હથિયારની ક્ષમતા ૧૫ કિલો ટન વિસ્ફોટકોની તાકાત જેટલી હોય છે. સંશોધકોના કહેવા મુજબ આવી સ્થિતિમાં જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય છે તો પાંચ કરોડથી ૧૨.૫ કરોડ લોકોના સીધીરીતે મોત થશે. દુનિયાભરમાં મોટાપાયે ભુખમરાની આશંકા પણ દેખાઈ રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેંચતાણ દિનપ્રતિદન વધી રહી છે.

કલમ ૩૭૦ની નાબૂદી બાદ પાકિસ્તાને અનેક વખત પરમાણુ હુમલાને લઇને પણ વાત કરી છે. આ ખેંચતાણનો મામલો સંયુક્ત રાષ્ટ્ર સુધી પણ પહોંચી ચુક્યો છે.

Previous articleગેરકાયદે કોલસેન્ટર ચલાવતા માલિકોને ડેટા પૂરો પાડતા બે શખ્સની ધરપકડ
Next articleઅમદાવાદમાં ૪૦ વર્ષ જૂના ક્વાટર્સને રિ-ડવલોપ કરાશે