વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ માટે આ નવરાત્રીમાં રેલવે દ્વારા મોટી ભેંટ આપવામાં આવી છે. રેલવે દ્વારા નવી દિલ્હીથી કટરા વચ્ચે ચાલનાર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરૂવારના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહ પ્રધાને કહ્યુ હતુ કે આ જમ્મુના વિકાસ માટે એક મોટી ભેંટ છે. શાહે કલમ ૩૭૦ને દુર કરવાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે રાજ્યના વિકાસમાં સૌથી મોટી અડચણ તરીકે કલમ ૩૭૦ હતી. ભાજપના અધ્યક્ષ શાહે એમ પણ કહ્યુ હતુ કે ૧૦ વર્ષની અંદર આ રાજ્ય દેશના સૌથી વિકસિત ક્ષેત્ર પૈકી એક તરીકે બની શકે છે. શાહે દિલ્હી-કટડા વંદ બારત એક્સપ્રેસ જમ્મુ કાશ્મીરના વિકાસ અને ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે મોટી ભેંટ તરીકે છે. શાહે એમ પણ કહ્યુ હતુ કે રેલવેને મહાત્માં ગાંધીની સાથે પોતાના સંબંધોના દસ્તાવેજીકરણ કરવાની જરૂર છે.કારણ કે તે સ્વતંત્રતા સંગ્રામની એક મહત્વપૂર્ણ કડી તરીકે છે. આજે કાર્યક્રમ વેળા શાહની સાથે રેલવે પ્રધાન પિયુષ ગોયલ અને કેન્દ્રિય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહ અને હર્ષવર્ધન પણ હાજર રહ્યા હતા. ટ્રેન સંખ્યા ૨૨૪૩૯ નવી દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી સવારે છ વાગે રવાના થનાર છે. સાથે સાથે બપોરે બે વાગ્યા કટરા પહોચનાર છે. ટ્રેન અંબાલા કેન્ટ, લુધિયાના અને જમ્મુ તવી ખાતે બે બે મિનિટ રોકાશે. ટ્રેન તમામ જગ્યાએ રોકાઈને શ્રદ્ધાળુઓને લઇને આગળ વધશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ત્રણ વાગે કટરા રેલવે સ્ટેશનથી રવાના થશે અને રાત્રે ૧૧ વાગે નવી દિલ્હી પહોંચશે. આઠ કલાકમાં દિલ્હીથી કટરા પહોંચી શકાશે.