સમગ્ર દેશ અને મધ્યપ્રદેશને હચમચાવી મુકનાર હની ટ્રેપ સેક્સ કોંભાડના મામલામાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે અને નવી નવી વિગત સપાટી પર આવી રહી છે. હવે સનસનાટીપૂર્ણ કેસમાં તપાસ કરનાર સીટના વડા તરીકે સંજીવ શામીને દુર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સ્પેશિયલ ડીજી સાયબર સેલ રાજેન્દ્ર કુમારની વરણી કરવામાં આવી છે. માત્ર આઠ દિવસના ગાળામાં જ સીટમાં ત્રીજા વડાની નિમણૂંક કરવામાં આવી છે. ૨૩મી સપ્ટેમ્બરના દિવસે જ્યારે આની રચના કરવામાં આવી ત્યારે એમ માનવામાં આવી રહ્યુ હતુ કે આજી-સીઆઇડી શ્રીનિવાસ વર્મા નેતૃત્વ કરશે. પરંતુ ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં સીટની ફેરરચના કરવામા ંઆવી હતી. આની સાથે જ કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઓફિસર અને એટીએસ વડા સંજીવ શામીની નિમણુંક કરવામાં આવી હતી. મંગળવારની રાત્રે શામીની એડીજી સિલેક્શન તરીકે બદલી કરવામાં આવી હતી. આ ઘટનાક્રમથી ૨૪ કલાકથી પણ પહેલા મુખ્યપ્રધાન કમલનાથે તેમને બોલાવ્યા હતા અને તપાસમાં ધ્યાન આપવા માટે કહ્યુ હતુ. મધ્યપ્રદેશના હાઈપ્રોફાઇલ હની ટ્રેપ મામલામાં ઇન્દોરની કોર્ટે પાંચેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ અગાઉ કર્યો હતો.પાંચેય આરોપીઓને ૧૪મી ઓક્ટોબર સુધી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. ઇન્દોરની એમવાય હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ તમામ આરોપીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને જજ મનિષ ભટ્ટની કોર્ટમાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તમામને ૧૪મી ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. મધ્યપ્રદેશના હાઈપ્રોફાઇલ હની ટ્રેપ મામલામાં ઇન્દોરની કોર્ટે આ મહત્વનો આદેશ કર્યો હતો. આરોપી આરતી દયાળ અને ૧૮ વર્ષની યુવતીને પણ રિમાન્ડ ખતમ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
સુત્રોના કહેવા મુજબ આરોપીઓને છેલ્લા બે દિવસ સુધી ઉંડાણપૂર્વક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન આ તમામ આરોપીઓ દ્વારા બ્લેકમેઇલિંગના પ્રયાસો કરવામાં આવ્યા હતા. નવી નવી વિગતો સપાટી ઉપર આવી રહી છે. જેના ભાગરુપે હવે એવી વિગત આવી છે કે, આરોપીઓએ નેતાઓના અશ્લિલ વિડિયો પણ બનાવી લીધા હતા અને ચૂંટણીમાં ઉપયોગ કરવાનો હેતુ રખાયો હતો. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે આ સંદર્ભમાં વાતચીત પણ થઇ હતી. હની ટ્રેપ સેક્સ કોંભાડ મામલાને દેશના સૌથી હાઇ પ્રોફાઇલ મામલા તરીકે ગણવામાં આવે છે. જેના ભાગરૂપે ટોપના અધિકારીઓ અને નેતાઓના અશ્લીલ અને સેક્સી વિડિયો બનાવી લેવામાં આવ્યા બાદ તેમની પાસેથી મોટા કોન્ટ્રાક્ટ અને કરાર મેળવી લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. સાથે સાથે નેતાઓ અને અધિકારીઓને બ્લેકમેઇલિંગના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા. લોકસભા ચૂંટણી વેળા સેક્સ વિડિયોને લઇને નાણાં ઉભા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. સેક્સ કોંભાડ મામલે નવી નવી વિગત સપાટી પર આવી શકે છે. સીટની તપાસ ટુંકડી પર આ હાઇ પ્રોફાઇલ કેસમાં તપાસને લઇને ભારે દબાણ છે.