દિલ્હીમાં જૈશના ચાર આત્મઘાતી બોંબરો ઘુસ્યા : એલર્ટની જાહેરાત

332

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ૩-૪ ખતરનાક આત્મઘાતી ત્રાસવાદીઓ ઘુસી ગયા હોવાના હેવાલ બાદથી પોલીસ અને અન્ય સુરક્ષા સંસ્થાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. ગુપ્તચર અહેવાલ આવ્યા બાદ સંવેદનશીલ અને શંકાસ્પદ સ્થળો પર વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેશના ચાર જેટલા આત્મઘાતી હુમલાખોરો ઘુસી ગયા બાદ સુરક્ષા વ્યવસ્થા તમામ સ્થળો પર મજબુત કરવામાં આવી રહી છે. બે શકાસ્પદ શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાના હેવાલ મળ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેટેગરી એની ગુપ્ત સુચના મળ્યા બાદ હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આ કેટેગરીની સુચના ખુબ જ વિશ્વસનીય હોય છે. રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવ્યા બાદ પોલીસ સાવધાન થઇ ગઇ છે. જગ્યા જ્ગ્યા પર વાહનોની તપાસ ચાલી રહી છે. આત્મઘાતી હુમલાખોરો જેશની સાથે જોડાયેલા હોવાની વિગત મળી રહી છે. આ જેશના ત્રાસવાદીઓ ગયા સપ્તાહમાં જ શહેરમાં ઘુસી ગયા છે. જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો પરત લઇ લેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ અને પાકિસ્તાન સરકાર હચમચી ઉઠી છે. તેમના દ્વારા દ્વારા સતત નાપાક હરકત કરવામાં આવી રહી છે. સુત્રોના કહેવા મુજબ પાટનગરમાં જે ચાર ત્રાસવાદીઓ ઘુસી ગયા છે તેમાં બે વિદેશી ત્રાસવાદીઓ છે. ગુપ્ત સમાચાર મળ્યા બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બુધવારની રાત્રે શહેરના નવ સ્થળો પર દરોડા પાડ્યા હતા. બેને પુછપરછ માટે કસ્ટડીમાં લેવામા ંઆવ્યા છે. આવવાર દિવસોમાં તહેવારની સિઝન વધારે જોરદાર બની રહી છે ત્યારે ખતરો વધી ગયો છે. દિલ્હીમાં તમામ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. ખાસ કરીને ધાર્મિક સ્થળો, સિનેમા હોલ, અને માર્કેટમાં સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હિટલિસ્ટમાં છે. ત્રાસવાદીઓની ઘુસણખોરી અંગે માહિતી મળ્યા બાદ જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે જેમાં સિલમપુર, જામિયાનગરનો સમાવેશ થાય છે. જુદા જુદા વિસ્તારમાં દરોડા દરમિયાન શખ્સો પર નજર પણ રાખવામાં આવી હતી. પહાડગંજ નજીક સેન્ટ્રલ દિલ્હીની બે જગ્યાઓ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. હાલમાં જ જણાવવામાં આવ્યું હતું.

કે, સંભવિત ત્રાસવાદી ખતરાને ધ્યાનમાં લઇને દિલ્હીમાં ચાર સુરક્ષા સંસ્થાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એલર્ટના લેવલને વધારીને ઓરેન્જ કરી દેવામાં આવ્યું છે. ગુપ્તચર અહેવાલ ઇશારો કરી રહ્યા છે કે, જૈશના ત્રાસવાદીઓ વડાપ્રધાન મોદી અને એનએસએ અજીત દોભાલને ટાર્ગેટ કરવા માટે ખાસ ટુકડી બનાવી ચુક્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રાસવાદીઓ હુમલાના ઇરાદાથી ઘુસ્યા છે. દિલ્હીમાં ઘુસેલા આ આતંકવાદીઓ આ ટોળકીનો હિસ્સો હોઈ શકે છે.

Previous articleRBI પોલિસી સમીક્ષા પરિણામ આજે જાહેર કરાશે : રેપોરેટ ઘટશે
Next articleથરાદ પેટાચૂંટણીમાં ૭ ઉમેદવાર મેદાને, અમરાઈવાડી બેઠક પર ૧૧ ઉમેદવારો ચૂંટણી લડશે