ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશનને લઈ ખેડૂતોને ભારે હાલાકી

445

રાજ્ય સરકારે મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવાની જાહેરાતની સાથે રાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદીનાં રજીસ્ટ્રેશન સ્થળે નોંધણી માટે ખેડૂતો અધિકારીઓ આવે તેના કલાકો પહેલા જ આવી જાય છે. પરંતુ જગતના તાતને ત્યાં પણ મોટી મુશ્કેલીઓ પડી રહી છે. રાજકોટમાં મગફળી ખરીદીના રજિસ્ટ્રેશનને લઈ ખેડૂતોને હાલાકી થઇ રહી છે.

વહેલી સવારથી ખેડૂતો ટોકન મેળવવા માટે લાઇનમાં ઉભા રહેવું પડે છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યા બાદ પણ ખેડૂતોના ફોર્મ સ્વીકારતા નથી. રાજકોટમાં રજિસ્ટ્રેશન ફોર્મ માટે ખેડૂતો નોંધણી સ્થળે ધક્કા ખાય છે, જ્યારે બીજી બાજુ રજિસ્ટ્રેશન ફોર્મ જમા કરાવવા પણ ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે.

હાલ રાજકોટ જિલ્લાના ખેડૂતો પરેશાન થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકારની જાહેરાત બાદ દરેક ગામમાં ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ ગામડે ઓનલાઇન નોંધણી બાદ પણ ખેડૂતોના ફોર્મ સ્વીકારતા નથી. ખેડૂતોને ફોર્મ આપવા માટે રાજકોટ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે.

ખેડૂતો પોતાની ફરિયાદમાં જણાવે છે કે, હવે તો રાજકોટમાં પણ ફોર્મ સ્વીકારતા નથી.

ગામડે મંત્રી ફોર્મ સ્વીકારતા નથી. તો રાજકોટમાં નોંધણી સ્થળે પણ તંત્ર ફોર્મ સ્વીકારતા નથી. અમે સવાથી લાંબી લાઈનોમાં ઉભા છીએ. નોંધણી માટેનાં અધિકારીઓ અમને એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલે છે. અધિકારીઓ પોતાનાં સમય કરતા મોડી આવે છે. ત્યારે અમારે કેટલીય વાર તેમની રાહ જોવી પડે છે.’

Previous articleથરાદ પેટાચૂંટણીમાં ૭ ઉમેદવાર મેદાને, અમરાઈવાડી બેઠક પર ૧૧ ઉમેદવારો ચૂંટણી લડશે
Next articleઅમરેલીના રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની ભૂમિપૂજન કરતા : વિજયભાઇ રૂપાણી