હિમાલયાનાં નવા ફેશિયલ વાઈપ્સ સાથે રહો ફ્રેશ હંમેશા

841
guj1332018-2.jpg

હિમાલયા દ્વારા ફેશિયલ વાઈપ્સ લોન્ચ કરાયાં છે, જે ગમે ત્યારે તાજગી પૂર્ણ ત્વચા પૂરી પાડવા સાથે ત્વચાનું રક્ષણ અને નમી આપવામાં મદદ કરે છે. ફેશિયલ વાઈપ્સ બે પ્રકારમાં મળશે, જેમાં હિમાલયા પ્યુરિફાઈંગ નીમ ફેશિયલ વાઈપ્સ અને હિમાલયા મોઈશ્ચરાઈઝિંગ એલોવેરા ફેશિયલ વાઈપ્સનો સમાવેશ થાય છે.
હિમાલયા પ્યુરિફાઈંગ નીમ ફેશિયલ વાઈપ્સ ત્વચાની સફાઈ અને રક્ષણ કરે છે. જીવાણુ વિરોધી નીમ અને હળદરની સારપથી સમૃદ્ધ વાઈપ્સ અશુદ્ધિઓ દૂર કરવા સાથે ત્વચાને સ્વચ્છ કરી તેને શુદ્ધ અને તાજગી પૂર્ણ બનાવે છે. હિમાલયા મોઈશ્ચરાઈઝિંગ એલોવેરા ફેશિયલ વાઈપ્સમાં એલોવેરાનો સમાવેશ થાય છે,  જે ત્વચાને નમી આપવા સાથે તેમાં નવો પ્રાણ ફૂંકે છે. આરચના નમ્ર અને નૈસર્ગિક છે અને તેથી ત્વચામાં જરૂરી નમીનું સંતુલન જાળવવા સાથે તાજગી આપવામાં મદદ કરે છે. ત્વચાને નમી અને પોષણ આપવા ઉપરાંત વાઈપ્સ મેકઅપ કાઢવામાં પણ મદદ કરે છે. હિમાલયા ફેશિયલ વાઈપ્સ ખોલવામાં આસાન અને ખોલ્યા પછી ફરીથી સીલ કરી શકાય એવા પેકેજિંગમાં આવે છે, જેને લીધે તેમાં નમી અને તાજગી જળવાઈ રહેવાની ખાતરી રહે છે. વાઈપ્સ આલ્કોહોલ અને પેરાબેન્સથી મુક્ત છે.
હિમાલયા ફેશિયલ વાઈપ્સ એફોર્ડેબલ કિંમતે મળશે. વિવિધ પ્રકારમાં ૧૦ વાઈપ્સના પેકના રૂ. ૪૫ અને ૨૫ વાઈપ્સના પેકના રૂ.૧૦૦ થશે.

Previous articleભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહી વિધાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી શુભકામનાઓ પાઠવી
Next articleઈકિવટી શેરનો આઈપીઓ ૧પ માર્ચ ખુલશે અને ૧૯ માર્ચે બંધ થશે