બોટાદ જીલ્લાના રાણપુર ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્રારા રાણપુરમાં મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં માલધારી ચોક પોલીસ સ્ટેશન પાસે આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતીમાં તેમજ બસસ્ટેશન પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતીમાં ને સાફ સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રાણપુર તાલુકા સંયોજક મનસુખ મેર, મિહિર રાવલ
તેમજ ય્ઇરૂમ્ બોટાદ જિલ્લા સહ ઝોન પ્રભારી ભીખુભા વાઘેલા, રાણપુર તાલુકા ભાજપ ના આગેવાન જીવાભાઈ રબારી, ડૉ.જગદીશભાઈ પંડયા, બોટાદ જિલ્લા ઉપપ્રમુખ હરેશભાઈ જાબુંકીયા, બોટાદ જિલ્લા ઉપપ્રમુખ કનકબેન સાપર,બોટાદ જિલ્લા ના મંત્રી ડૉ. ધારાબેન ત્રિવેદી,રાણપુર શહેર ભાજપના મહામંત્રી નરેશભાઈ જાંબુકીયા તથા બાબુભાઈ મેર , રાણપુર શહેર કોડીનેટર હરેશભાઈ સભાડ,બીસુભા પરમાર, તન્વીરસિંહ પરમાર, રવિ જાંબુકીયા સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.