ભાવનગર શહેરમાં આજરોજ ગુજરાત જાણીતા ફીલ્મસ્ટાર હિતેશકુમાર અને તેની ટીમ ઈસ્કોન કલબ ખાતે તેની નવી સીરીયલ ર૧ ઓકટોબર અભિલાષા આવીર હી છે તેના પ્રમોશન માટે ભાવનગરમાં આવ્યા હતાં. આ સ્ટોરીમાં એક માતાની વાર્તા જેણે સમાજમાં તેની ઓળખ તેનું અસ્તિત્વ ગુમાવ્યું છે તે એક એવી પ્તીની વાર્તા છે. જે આખી જીંદગીમાં તેના પતિનો સાચો સાથ આપી રહી છે. આમાં પુત્રીની પણ વાર્તા છે. જે વર્ષા પહેલા તેના માતા-પિતા દ્વારા શીખવવામાં આવેલા પાઠની કદર કરે છે. આ વાર્તામાં એક પુત્રી સાસુ અને વહુની સાચી શિષ્ય બનવાની પણ વાર્તા છે. આ સીરીયલ કલરર્સ ગુજરાતી પર ર૧ ઓકટોબરથી સોમથી શનિ પ્રસારીત કરાશે તેની આગામી નવી સીરીયલ અભિલાષાના પ્રમોશન માટે ભાવનગરમાં ઈસ્કોન કલબ ખાતે આવ્યા હતાં. જેમાં આ સીરીયલના કલાકારો હિતેનકુમાર, બંસી રાજપુત તથા સુપ્રિયા આવ્યા હતાં.