ગારીયાઘાર પોલીસ સ્ટેશન ગુન્હામાં આરોપી રામજીભાઇ વલ્લભભાઇ ચૈાહાણ રહે. નાની વાવડી તા. ગારીયાઘાર જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૨માં સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આજીવન સજા કરવામાં આવેલ અને મજકુર આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપી એ પેરોલ રજાની માંગણી કરતા તા.૧૦/૦૧/૨૦૧૪ થી દિન-૧૦ ની પેરોલ રજા ઉપર રાજકોટ જેલ માંથી મુકત કરવામાં આવેલ અને રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલનો સજાનો આરોપી રામજીભાઇ વલ્લભભાઇ ચૈાહાણ રહે. નાની વાવડી તા. ગારીયાઘાર જી.ભાવનગર વાળા નવસારી /સુરત તરફ હોવાની બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો નવસારી જઇ મુજકર પેરોલ રજા ઉપરના સજા પામેલ આરોપી રામજીભાઇ વલ્લભભાઇ ચૈાહાણ રહે. નાની વાવડી તા. ગારીયાઘાર જી.ભાવનગર વાળાને પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. આર.બી. વાઘિયા પેરોલ ફર્લો સ્કોર્ડ ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. કિરીટભાઇ પંડયા તથા પો.કોન્સ. ચિંતનભાઇ મકવાણા તથા પો.કોન્સ. દિલીપભાઇ ખાચર તથા પો.કોન્સ. શક્તિસિંહ સરવૈયા પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલ તથા પો.કોન્સ. કેવલભાઇ સાંગા તથા ઘર્મેન્દ્રસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા