વલભીપુર ઉમરાળા હાઈવે રોડ ઉપર રામપર ગામ બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે કસાઈઓ દ્વારા અબોલ મૂંગા પશુઓ ક્રૂરતાપૂર્વક પશુઓને ભરીને ગોંધી રાખીને નશીલા ઇન્જેક્શન આપીને દોરડા દ્વારા પગ મોઢું શીંગડા તમામ પશુઓના એકબીજા સાથે બાંધીને લઈ જતા હતા તે દરમિયાન ગાડી બંધ થઈ ગઈ હતી અને અને રામપર ગામના જીવદયા પ્રેમીઓ દ્વારા વલભીપુર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચતા ટ્રકને વલભીપુર પોલીસ સ્ટેશન લવાયો ત્યારબાદ વલભીપુર પીએસઆઇ એમડી મકવાણા દ્વારા વલભીપુરના ખેડૂત સમાજ ને બોલાવતા ખેડૂતો દ્વારા તમામ મુંગા પશુઓને ખેડૂત સમાજના જે રખડતા ઢોર માટે ડબ્બો બનાવવામાં આવેલ છે તે જગ્યાએ બહોળી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા અને પશુઓને ટ્રેક્ટર દ્વારા નીચે ઉતારવામાં આવ્યા ત્યારબાદ પશુચિકિત્સા ડોક્ટર ભાવેશભાઈ સોલંકી દ્વારા તમામ પશુઓની સારવાર કરવામાં આવી ૧૫ પશુઓમાંથી બે પશુઓ મૃત પામેલા હતા અને ઉમરાળા સત્ય પ્રેમ કરુણા ગ્રુપના સભ્યોએ અને વલભીપુર ખેડૂત સમાજે ખૂબ જ જહેમત ઉઠાવી તમામ પશુઓને નીચે ઉતારીને ઘાસચારો પાણી ની વેવસ્થા કરી આપી ઠંડા છાયે બેસાડી ને રાહત મળી હતી.