નવરાત્રિ પર્વ મધ્યાંતરે પહોંચ્યું છે અને છેલ્લા બે દિવસથી વરસાદનું વિધ્ન પણ આવતુ ન હોય ઠેર-ઠેર ખેલૈયાઓને રાસ-ગરબામાં જામી રહી છે. વાતાવરણ સાથે રાસ-ગરબાની ઠેર-ઠેર જમાવટ થઈ હતી. પ્રોફેશનલ રાસ-ગરબાની મોંઘીદાર ટીકીટો જેવા જ રાસ-ગરબાનાં જાહેર આયોજનો શહેરમાં વિવીધ સ્થળે થઈ રહ્યા છે જેમાં બહોનો ગરબા રમી રહી છે. શીતળા માતાના મંદિર પાસે નવરાત્રી મહોત્સવ સેવા સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા બહેનો મોટી સંખ્યામાં રાસ-ગરબા રમઝટ બલાવી રહી છે. દાતઓના સહયોગથી દરરોજ સારૂ પર્ફોમન્સ કરનાર ખેલૈયાઓને ઈનામો આપીને નવજવામાં આવે છે. ખારગેટ પાસે વર્ધમાન બેંકની સામે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાઈ-બહેનો રાસ ગરબા લઈ રહ્યા છે. કુંભારવાડા સર્કલ ખાતે કુંભારવાડા ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવનું કરવામાં આવ્યું છે. અને લોકો બહોળી સંખ્યામાં રાસ-ગરબાનું લાભ લઈ રહ્યા છે. જાહેરાત આયોજનમાં ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી રહ્યા છે અને રાસની રમઝટ બોલાવી રહ્યા છે. આ સ્થળો ઉપર પોલીસ દ્વારા સતત બંદોબસ્ત અને પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે.