ખુબસુરત વાણી કપુર હવે  ચર્ચામાં રહેવા માટે તૈયાર

914

રિતિક રોશન અને ટાઇગર અભિનિતિ ફિલ્મ વોરને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળતા ખુબસુરત વાણી કપુર ભારે આશાવાદી છે.  તે આ ફિલ્મમાં રિતિક રોશન સાથે કામ કરી ગઇ છે. તેમની કેમિસ્ટ્રી પણ જોરદાર દેખાઇ છે. વોરની સફળતા બાદ વાણી ભારે આશાવાદી છે. વાણી કપુરને પણ હવે ફિલ્મો હાથ લાગી રહી નથી.  જેથી તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે.  આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે.  પોતાની આગામી ફિલ્મો અંગે પૂછવામાં આવતા ૨૮ વર્ષીય અભિનેત્રી વાણી કપૂરે કહ્યું હતું કે, કોઇપણ યોજના હજુ તૈયાર થઈ નથી. પટકથામાં હાલ તે અભ્યાસ કરી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મોની ઓફર આવી છે. વોર ફિલ્મને મળેલા પ્રતિસાદ અંગે વાત કરતા વાણીએ કહ્યું હતું કે તે માને છે કે, ફિલ્મને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.  ફિલ્મમાં પોતાના જુદા રોલ અંગે પુછવામાં આવતા વાણીએ કહ્યું હતું કે, પટકથા ઉપર તમામ બાબતો આધારિત રહે છે.  વોર ફિલ્મને લઇને તે ભારે ખુશ છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ સર્જવા જઇ રહી છે. વાણી કપુુર પોતાની ટુંકી ભૂમિકાને લઇને પણ ભારે આશાવાદી દેખાઇ રહી છે. તેની પાસે  હવે વધુ ફિલ્મ આવશે.

Previous articleજવાહર મેદાન ખાતે પમીએ માવતરના ગરબા યોજાશે
Next articleમોની રોય રણબીર કપુર સાથે ફિલ્મ કરી ખુશ છે