મોની રોય રણબીર કપુર સાથે ફિલ્મ કરી ખુશ છે

625

ઇન્ડસ્ટ્રીઝમાં મજબુતી સાથે આગળ વધી રહેલી હોટ સ્ટાર મૌની રોયે કહ્યુ છે કે રણબીર કપુરની ફિલ્મ બ્રહ્યાસ્ત્રમાં તે એકમાત્ર વિલન તરીકે છે.  આ  ફિલ્મને હવે વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ વિલન તરીકેના રોલમાં હોવાના હેવાલને મૌની રોયે રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે બિગ બોસની સાથે કામ કર્યા બાદ તેનુ એક સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનુ દરેક સ્ટારનુ સપનુ હોય છે. તેનુ પણ સપનુ હતુ. જે હવે પૂર્ણ થઇ રહ્યુ છે. મૌની રોયે કહ્યુ છે કે તે ફિલ્મમાં વિલન તરીકેના રોલમાં ચાહકોને દેખાશે. તે ફિલ્મ અંગે વધારે વાત કરવાની સ્થિતીમાં નથી પરંતુ તે વિલન તરીકે છે. ફિલ્મનુ નિર્દેશન અયાન મુખરજી કરી રહ્યા છે. મૌની ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકી છે.  જેમાં તે અક્ષય કુમારની સાથે મુખ્ય અભિનેત્રી  હતી. અક્ષય જેવા સુપરસ્ટાર સાથે તેની પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ગોલ્ડ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા હાથ લાગી હતી. તેની પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ તેની પાસે અનેક મોટી ફિલ્મ આવી ગઇ  હતી.   ટીવી પર પોતાના કો સ્ટાર રહેલા મોહિત રૈનાની સાથે પોતાના સંબંધના સંબંધમાં વાત કરતા મૌની કહે છે કે તે છેલ્લા ઘણા સમયથી સિંગલ છે. મૌહિત સાથે તેની હવે મિત્રતા પણ નથી. તે ફિલ્મી કેરિયર પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. કોઇ સંબંધમાં હાલમાં પડવા માંગતી નથી. તેની પાસે જે ફિલ્મ છે તેમાં પોતાના રોલને ન્યાય આપવા માટે આશાવાદી બનેલી છે. મૌની કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલમાં કામ કરી ચુકી છે. જેમાં નાગિનનો સમાવેશ થાય છે. જેમાં સાંસ ભી કભી બહુ થી, દેવો કે દેવ મહાદેવનો સમાવેશ થાય છે. રણબીર સાથે ફિલ્મને લઇને મૌની ખુશ છે. મોની રોય બોલિવુડમાં ફિલ્મોને લઇને ભારે ખુશ છે. તે ટીવી સિરિયલમાં પણ તક મળશે તો કામ કરવાથી ઇન્કાર કરશે નહીં.

Previous articleખુબસુરત વાણી કપુર હવે  ચર્ચામાં રહેવા માટે તૈયાર
Next articleભારતીય ક્રિકેટના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ સંન્યાસ લે તેવી અટકળો