યૂએનમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ભાષણની ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ આલોચના કરી હતી. ગાંગુલીએ ગુરુવારે ઇમરાનના ભાષણને વાહિયાત ગણાવ્યો. ગાંગુલીએ કહ્યું, ઇમરાન એ ક્રિકેટર નથી, જેને દુનિયા ઓળખતી હતી. ગાંગુલીની આ ટિપ્પણી વિરેન્દ્ર સહેવાગની એક ટ્વીટ પર આવી હતી.
સહેવાગે ઇમરાનનો વીડિયો શેર કર્યો હતો. ગાંગુલીએ ટ્વીટ કરીને કહ્યું કે, “વીરુ… મેં આ વીડિયો જોયો અને આશ્ચર્યમાં છું. એક એવું ભાષણ જે મેં ક્યારેય સાંભળ્યું નથી… વિશ્વને શાંતિની જરૂર છે, ખાસ કરીને પાકિસ્તાનને તેની સૌથી વધુ જરૂર છે… તેમનો નેતા આવી બકવાસ વાતો કરે છે… ઇમરાન એ ક્રિકેટર નથી જેને દુનિયા ઓળખતી હતી, યૂએનમાં તેમણે બહુ વાહિયાત ભાષણ આપ્યું.”પૂર્વ ક્રિકેટર સહેવાગે અમેરિકન એન્કરનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે ઇમરાનની ટીકા કરી રહ્યા છે. સહેવાગે લખ્યું, એન્કરે કહ્યું, તમે બ્રોકસ (અમેરિકાનું એક શહેર)ના વેલ્ડર જેવા લાગી રહ્યા છો. તે પછી સહેવાગે વધુ ઉમેર્યું કે, અમુક દિવસો પહેલા યૂએનમાં નિરાશાજનક ભાષણ આપ્યા પછી આ માણસ પોતાને અપમાન કરવામાં માટે નવી નવી રીત લઈને સામે આવી રહ્યો છે.