વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપઃ શોટ પુટર તેજિંદર ટૂર્નામેન્ટમાંથી બહાર થયો

501

મેડલનો દાવેદાર મનાઇ રહેલ ભારતના તેજિંદર પાલ સિંહ તૂરને દોહામાં ચાલી રહેલી વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં શોટ પુટ સ્પર્ધામાં નિરાશા હાથ લાગી અને તે સ્પર્ધામાંથી બહાર થઈ ગયો છે.

પાછલા વર્ષે જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર તેજિંદરને ગ્રુપ-બીના ક્વોલિફિકેશનમાં આઠમાં સ્થાનથી સંતોષ કરવો પડ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા કુલ ૩૪ ખેલાડીઓમાંથી તે ૧૮મા સ્થાને રહ્યો હતો.

તેજિંદરે મુકાબલાની દમદાર શરૂઆત કરી અને પ્રથમ પ્રયાસમાં ૨૦.૪૩ મીટરનો થ્રો કર્યો હતો. પરંતુ બીજા પ્રયાસમાં તે નિષ્ફળ રહ્યો અને તેનો થ્રો અમાન્ય ગણાવવામાં આવ્યો હતો. ભારતીય ખેલાડીએ આગળ વધવા માટે ત્રીજા થ્રોમાં ૨૦.૯ મીટરનો થ્રો કરવાનો હતો, પરંતુ તે માત્ર ૧૧.૫૫ મીટરનો થ્રો કરી શક્યો હતો.

વિશ્વ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી ભારતના ખાતામાં માત્ર એક મેડલ છે,  તે પણ બ્રોન્ઝ જે ૨૦૦૩મા અંજૂ બોબી જોર્જે લાંબી કૂદમાં અપાવ્યો હતો.

ભારતનો સ્ટાર એથલીટ જિન્સન જોનસન પણ પુરૂષોના ૧૫૦૦ મીટર સ્પર્ધામાંથી બહાર થઈ ગયો છે. એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ વિજેતા જોનસન હીટ-૨મા ૧૦ સ્થાને રહ્યો હતો. સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ૪૩ સ્પર્ધકોમાં તે ૩૪મા સ્થાને રહ્યો અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી શક્યો નથી.

Previous articleગાંગુલીએ પાક. પીએમનાં ભાષણને વાહિયાત ગણાવતા કહ્યુંઃ ’ઇમરાન ક્રિકેટર નથી’
Next articleરાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે વૈભવ ગેહલોત ચૂંટાયા