રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે વૈભવ ગેહલોત ચૂંટાયા

422

જોધપુરથી લોકસભા ચૂંટણી હારનાર મુખ્યપ્રધાન અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ ચૂંટી લેવામાં આવ્યા છે.

વૈભવ ગેહલોતે ૨૫ મતથી આરસીએના અધ્યક્ષની ચૂંટણી જીતી છે. તેની વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા રામેશ્વર ડૂડીનો કેમ્પ ચૂંટણી હારી ગયો છે. ઉપાધ્યક્ષ પદ પર ભાજપથી આગેવા અમીન પઠાણે જીત મેળવી છે.

ચૂંટણી જીત્યા બાદ વૈભવ ગેહલોતે કહ્યું, ’તે ક્રિકેટના વિકાસ માટે કામ કરશે અને હાલના અધ્યક્ષ સીપી જોશીના માર્ગદર્શનમાં આગળ વધશે.’ વૈભવ ગેહલોતે વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના ગાર્ડિયન બનાવ્યા છે.

સીપી જોશીએ કહ્યું, ’અમે ક્રિકેટની ભલાઇ માટે કેટલાક કઠોર નિર્ણય લીધા છે, જેને કારણે કેટલાક લોકોને નારાજગી થઈ છે, પરંતુ અમે તેમને સમજાવી લેશું. રાજસ્થાનમાં ક્રિકેટને ફરી શરૂ કરવા અને અમારા ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું અમરી પ્રથમ પ્રાથમિકતા છે.’

પીસી જોશીએ કહ્યું, ’તેમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતની કોઈ દખલ રહી નથી. અમે નવા સંદર્ભમાં નવી રીકે ક્રિકેટને આગળ વધારીશું. કોઈપણ નેતા સામે અમારી નારાજગી નથી. ચૂંટણીમાં કુલ ૩૬ મત હતા, જેમાંથી ૨૫ મત વૈભવ ગેહલોતને મળ્યા છે.’

Previous articleવિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપઃ શોટ પુટર તેજિંદર ટૂર્નામેન્ટમાંથી બહાર થયો
Next articleપોલીસી સમીક્ષા વચ્ચે સેંસેક્સમાં ૪૩૪ પોઈન્ટનો મોટો ઘટાડો થયો