શેરબજારમાં આજે ભારે અફડાતફડી રહી હતી. આર્થિક મંદીની સ્થિતિ વચ્ચે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં શેરબજારમાં આની કોઈ ખુશી જોવા મળી ન હતી અને કારોબારના અંતે સેંસેક્સમાં ૪૩૪ પોઈન્ટનો ઘટાડો થઈ ગયો હતો. સેંસેક્સ ૩૭૬૭૩ની નીચી સપાટીએ રહ્યો હતો. આજે કારોબારીઓએ જંગી નાણા ગુમાવી દીધા હતા. રોકારણકારોની સંપત્તિમાં ૧.૪૩ લાખ કરોડનો ઘટાડો થઈ ચુક્યો છે. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મુડી ૧.૪૩ લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે. ગુરુવારના દિવસે કારોબારના અંતે કંપનીઓની માર્કેટ મુડી ૧૪૪૬૦૫૧૭.૪૨ થઈહતી. શુક્રવારના દિવસે માર્કેટ મુડી ઘટીને ૧૪૩૧૩૦૪૮.૮૪ કરોડ થઈ ગઈ છે. આની સાથે રોકાણકારોની સંપત્તિ ૧.૪૩ લાખ કરોડ ઘટી ગઈ છે. છેલ્લા પાંચ કારોબારી સેસનમાં રોકાણકારોએ ૫.૩૨ લાખ કરોડ ગુમાવી દીધા છે. યશ બેંકના શેરમાં આજે તમામની નજર રહી હતી. કારોબારીઓમાં ઉતાર ચઢાવની સ્થિતિને લઈને ચર્ચા રહી હતી. ૯૫ શેરમાં શેર સિંગલની સ્થિતિ રહી હતી. આઈટી શેરમાં ઉછાળો રહ્યો હતો.